Aapnu Gujarat
Uncategorized

ગીરસોમનાથ જિલ્લાના ખેડૂત મેળવી રહ્યા છે મબલખ ઉત્પાદન સાથે સારો નફો

કૃષિ ક્ષેત્રે ક્રાંતિનો સમય.. હાલના સમયમાં ટેકનોલોજીનો યુગ છે ત્યારે પહેલાના સમય કરતાં ખેતી કરતા ખેડૂતો ટેકનોલોજીના માધ્યમ થી ટૂંકા સમયમાં સારી એવી ખેતી કરી અને પ્રચલિત બન્યા છે પહેલાના સમયમાં ટેકનોલોજીના અભાવને કારણે ખેડૂતો ખેતી માં સારું ઉત્પાદન નહતા  કરી શકતા જેને કારણે તેઓ સારો પાક પણ લઈ શકતા નહતા જ્યારે આજના યુગમાં ખેતીમાં ટેકનોલોજી આવતા ખેડૂતો હવે ખેતીમાં પણ ખૂબ આગળ વધ્યા છે

તેમજB સોશિયલ  મીડિયાના માધ્યમ થી એક રાજ્ય થી બીજા રાજ્યના ખેડૂતો એક બીજાના સંપર્કમાં આવતા થયા છે અને ખેતીમાં ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે તેમજ સારા ઉત્પાદન સાથે સારો નફો મેળવી અને પગભર થઈ રહ્યા છે ત્યારે વાત કરીએ આવા જ એક ખેડૂત કે જે ગીર સોમનાથ જિલ્લાના ઉકળિયા ગામના નારણ ભાઈ પીઠીયા કે જેમણે તરબૂચની ખેતી કરી છે જ્યારે આ ખેતી તેઓ 15 વર્ષ થી કરી રહ્યા છે અને ઓછા સમયમાં ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી સારો નફો પણ મેળવી રહ્યા છે

નારણભાઇના જણાવ્યા અનુસાર તેઓ એ 20 વીઘામાં તરબૂચ વાવ્યા છે જેમાં 2 વીઘા માં 12 હજારનો ખર્ચ આવે છે તેમજ 1 લાખ જેવો નફો મેળવે છે અને એ પણ માત્ર 3 મહિનાના ગાળામાં જ્યારે ઉકળિયા ગામની સિમમાં જોઈએ તો ઘણા ખેડૂતો છે કે તેઓ તરબૂચનુ વાવેતર કરીને પગભર થઈ રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ સાબિત થઇ રહ્યા છે.

Related posts

વેરાવળમાં ૧૧ જુને સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાશે : કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપશે

aapnugujarat

આગામી મહિનાથી કાર-બાઈક ખરીદવા મોંઘા બનશે

editor

પાક નિષ્ફળ જતાં ખેડૂતે આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1