Aapnu Gujarat
રાષ્ટ્રીય

દ.ભારતમાં પણ જળસંકટની સ્થિતિ, જળાશયોમાં ફક્ત ૧૭% જ પાણી

ઉનાળાનો પ્રારંભ થવાની સાથે દક્ષિણ ભારતમાં ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં જળભંડારણની ક્ષમતા લગભગ ૧૭ ટકા છે. કેન્દ્રીય જળ પંચેજણાવ્યું હતું કે દક્ષિણમાં ૪૨ જળાશયમાં કુલ સંગ્રહ ક્ષમતા ૫૩.૩૩૪ બીસીએમ (અબજ ઘનમીટર) છેે, પણ નવા અહેવાલ હેઠળ આ વખતે જળાશયોમાં ઉપલબ્ધ કુલ પાણી ૮.૮૬૫ બીસીએમ છે, જે તેની કુલ ક્ષમતાના ૧૭ ટકા છે.
આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ઉપલબ્ધ જળભંડારના ૨૯ ટકા અને છેલ્લા દસ વર્ષના આ સમયગાળામાં ઉપલબ્ધ જળ ભંડારની સરેરાશના ૨૩ ટકા છે. આમ ભારતના દક્ષિણી વિસ્તારમાં જળાશયોના જળભંડારનું આટલું નીચું સ્તર આ રાજ્યોમાં પાણીની વધતી કમી અને સિંચાઈ, પીવાના પાણી તથા જળવિદ્યુત મથકો માટે પડકારના સંકેત છે.દક્ષિણી ક્ષેત્રમાં ઓડિશા, તેલંગણા, આંધ્ર, તમિલનાડુ આવે છે. તેનાથી વિપરીત પૂર્વી વિસ્તારોના જળભંડારમાં છેલ્લા દસ વર્ષના સમયગાળાના સંદર્ભમાં સુધારો થયો છે. આ ક્ષેત્રમાં ૨૦.૪૩૦ બીસીએમની કુલ ક્ષમતાવાળા ૨૩ જળાશયોમાં હજી પણ ૭.૮૮૯ બીસીએમ પાણી છે. આ પાણી તેમની કુલ ક્ષમતાના ૩૯ ટકા છે. આ પાણીનો ભંડાર ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૩૪ ટકા અને છેલ્લા દસ વર્ષની સરેરાશની તુલનામાં ૩૪ ટકા છે અને તે સુધારાનો સંકેત છે.
પૂર્વી વિસ્તારમાં ઓસામ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય આવે છે. જ્યારે પશ્ચિમી ક્ષેત્રમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સામેલ છે.
અહીં જળભંડારણ ક્ષમતા ૧૧.૭૭૧ બીસીએમ છે, જે કુલ ૪૯ જળાશયોની કુલ ક્ષમતાના ૩૧ ટકા છે. તે ગયા વર્ષના જળભંડાર સ્તર ૩૮ ટકા કરતા ઓછું છે અને દસ વર્ષની સરેરાશ ૩૨.૧ ટકા કરતાં ઓછું છે. આ જ રીતે ઉત્તર અને મધ્ય ક્ષેત્રમાં જ જળભંડારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

Related posts

देशभर में भयावह स्थिति, अघोषित इमरजेंसी ७५ प्रतिशत लागू : लालू

aapnugujarat

આતંકવાદ ફંડિગ મામલામાં ગિલાનીના પુત્રોની પુછપરછ

aapnugujarat

મોદી સરકારની દિવાળી ભેટ : ૪૧ હજાર આશા વર્કરોનો પગાર વધ્યો

aapnugujarat
UA-96247877-1