Aapnu Gujarat
રાષ્ટ્રીય

આતંકવાદ ફંડિગ મામલામાં ગિલાનીના પુત્રોની પુછપરછ

રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) દ્વારા જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઇદ સાથે જોડાયેલા ત્રાસવાદી ફંડિગના મામલામાં પાકિસ્તાની સમર્થક અને કટ્ટરપંથી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના બન્ને પુત્રોની પુછપરછ કરવામાં આવી છે. સત્તાવાર સુત્રોએ આ મુજબની માહિતી આપી છે. બન્ન પુત્રોની કલાકો સુધી પુછપરછ કરવામાં આવી છે. ગિલાનીનો મોટો પુત્ર નિમ પ્રોફેશનની દ્રષ્ટિએ સર્જન છે. જ્યારે નાનો પુત્ર નસીમ જમ્મુ કાશ્મીર સરકારના કર્મચારી તરીકે છે. નઇમ પોતાના પિતા બાદ ાપાકિસ્તાન સમર્થક કટ્ટરપંથી જુથના અલગતાવાદી સંગઠન તહેરીએ હુરિયતના સ્વાભાવિક ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવે છે. સુત્રોએ કહ્યુ છે કે ત્રાસવાદ ફંડિંગના મામલે અહીં ભાઇની પુછપરછ કરવામાં આવી છે. મામલામાં પાકિસ્તાન સ્થિત જમાત ઉદ દાવા અન પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના નેતા સઇદનુ નામ આરોપી તરીકે છે. એનઆઇએ દ્વારા ૩૦મી મેના દિવસે કેસ દાખલ કરીને ત્રાસવાદી સંગઠનોની સાથે અલગતાવાદી નેતાની મિલિભગત જોવા મળી રહી છે.
રાજ્યમાં અલગતાવાદી અને આતંકવાદી ગતિવિધીના ફંડિગ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ સંસ્થાએ થોડાક સમય પહેલા જ હરિયાણાની સાથે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. સાથે સાથે કરોડો રૂપિયાના સાધનો જપ્ત કર્યા હતા. આગામી દિવસોમાં પણ પુછપરછ જારી રહે તેવી શક્યતા છે.

Related posts

જૈશ-એ-મોહમ્મદ બાળકોને આતંકની આગમાં હોમી રહ્યા છે

aapnugujarat

કોંગ્રેસ સુધરતી નથી અને અમને પણ ડુબાડશે : Prashant Kishor

aapnugujarat

રેલવેમાં ૧ લાખ પદ પર થશે ભરતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1