Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશનાં ૨૧ રાજ્યોએ રોડ ટેક્સમાં રાહત આપવાની પોલિસી જાહેર કરી

ભારતમાં જૂના અને અનફિટ વાહનોને સ્ક્રેપમાં કાઢવાની પોલિસી ઘડવામાં આવી ત્યાર પછી 21 રાજ્યોએ જૂના વાહનોના સ્ક્રેપિંગ માટે રોડ ટેક્સમાં રિબેટ આપવાની ઓફર કરી છે. રાજ્યોએ ફરજિયાતપણે જૂના વાહનોને સ્ક્રેપમાં નાખવાને પ્રોત્સાહન આપવાનું છે અને તેના માટે રાજ્યો પણ તૈયાર થઈ રહ્યા છે. ગુજરાત, યુપી, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 21 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો (UT)એ રોડ ટેક્સમાં રાહત આપવાની પોલિસી જાહેર કરી છે. તે મુજબ જૂના વાહનને સ્ક્રેપમાં કાઢીને તેની સામે નવું વાહન ખરીદવામાં આવે તો રોડ ટેક્સમાં 25 ટકા સુધી રિબેટ અપાય છે. તેવી જ રીતે કોમર્શિયલ વાહનો માટે રોડ ટેક્સમાં 15 ટકા રિબેટ મળે છે.અત્યાર સુધીમાં દેશમાં લગભગ 70,000 વાહનોને સ્ક્રેપમાં કાઢવામાં આવ્યા છે. જોકે, તેમાંથી મોટા ભાગના વાહનો કેન્દ્ર અથવા રાજ્ય સરકારની માલિકીના છે. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 10 વર્ષથી વધારે જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો આપોઆપ ડિરજિસ્ટર થઈ જાય છે અને પછી તેને સ્ક્રેપમાં કાઢવા પડે છે.

અત્યાર સુધીની વિગત પ્રમાણે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રોડ ટેક્સમાં 15 ટકા રાહતની જાહેરાત કરી છે. જૂના વાહનને સ્ક્રેપમાં કાઢીને તેની જગ્યાએ નવા વાહનનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવે ત્યારે આ રાહત મળે છે. પ્રાઈવેટ વ્હીકલ્સની વાત કરવામાં આવે તો 12 રાજ્યો રોડ ટેક્સમાં 25 ટકા રિબેટ આપે છે. હરિયાણા 10 ટકા કન્સેશન અથવા સ્ક્રેપ વેલ્યૂના 50 ટકા સુધી રાહત આપે છે જ્યારે ઉત્તરાખંડ 25 ટકા સુધી રાહત અથવા રૂ. 50,000, બેમાંથી જે ઓછું હોય તેટલો ફાયદો આપે છે.

કર્ણાટક નવા પ્રાઈવેટ વ્હીકલના ભાવ પ્રમાણે રોડ ટેક્સમાં ફિક્સ્ડ રિબેટ આપે છે. ઉદાહરણ તરીકે 20 લાખથી વધારે ભાવના વાહનો પર 50,000 સુધી રિબેટ મળે છે. પોંડિચેરીમાં 25 ટકા કન્સેશન અથવા રૂ. 11,000 બેમાંથી જે ઓછું હોય તેટલી રાહત મળે છે.

રોડ પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે સરકારે સ્વૈચ્છિક વ્હીકલ સ્ક્રેપિંગ પર ભાર મૂક્યો છે ત્યાર બાદ 37 રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ સેન્ટર ઓપરેશનલ થયા છે અને 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવા 52 કેન્દ્રો સક્રિય છે. તેવીજ રીતે વાહનોના ફીટનેસને ચેક કરવા માટે 52 ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે જે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામ કરે છે. હાલમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સેન્ટરની સંખ્યા વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

Related posts

અખિલેશને લખનૌ એરપોર્ટ ઉપર રોકાતા હોબાળો

aapnugujarat

એટીએમ રોકડ કટોકટી હજુ પાંચ દિન રહેશે : નોટબંધીની યાદ તાજી

aapnugujarat

એટીએમનો યૂઝ થઇ શકે છે મોંઘો, ચાર્જ વધારા સાથે ફ્રી લિમિટ થઇ શકે છે સમાપ્ત

aapnugujarat
UA-96247877-1