Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેવ ગૌડાનો પૌત્ર મહિલાઓને સ્ટોર રૂમમાં બોલાવતો, 3000 અશ્લિલ વીડિયો બનાવ્યા

કર્ણાટકના રાજકારણમાં અત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના કારણે ધમાલ મચી ગઈ છે. રેવન્નાએ પોતાના ઘરની અંદર જ સેંકડો મહિલાઓનું જાતિય શોષણ કર્યું હોવાનો આરોપ છે અને 3000 અશ્લિલ વીડિયો બનાવ્યા હતા. આ અંગે કેસ થયા પછી પ્રજ્વલ અત્યારે જર્મની ભાગી ગયો છે અને હવે તેની પેન ડ્રાઈવની ચર્ચા ચાલે છે જેમાં આ તમામ અશ્લિલ વીડિયો છે. મહત્ત્વની વાત એ છે કે પ્રજ્વલે કામવાળીથી લઈને મહિલા ઓફિસરો અને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓનું પણ જાતીય શોષણ કર્યું હતું અને તેના વીડિયો બનાવ્યા હતા. ત્યાર પછી આ વીડિયોનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કરવામાં આવ્યો હતો. આ વિશે ભાજપને પણ કેટલાક મહિનાથી જાણ હતી છતાં કર્ણાટકમાં જનતાદળ (એસ) સાથે જોડાણ ચાલુ રાખ્યું હતું.

કર્ણાટકમાં ભાજપના એક નેતાએ આરોપ મૂક્યો છે કે તેમણે ડિસેમ્બર 2023માં પ્રદેશ પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે તેમને એક પેન ડ્રાઈવ મળી છે જેમાં લગભગ 3000 મહિલાઓના અશ્લિલ વીડિયો છે. તેમાં સરકારી અધિકારીઓના વીડિયો પણ સામેલ છે. જનતાદળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ આ ફૂટેજનો ઉપયોગ કરીને મહિલાઓને બ્લેકમેલ કરી હતી અને તેની સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. આ અંગે રાજ્ય સરકારે SIT રચવાની જાહેરાત કરી ત્યાર બાદ તરત પ્રજ્વલ ભારત છોડીને જર્મની ભાગી ગયો છે.

દેવ ગૌડા એક સમયે ભારતના વડાપ્રધાન હતા અને હાલમાં તેઓ જનતાદળ (એસ)ના વડા છે. કર્ણાટકમાં 26 એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું તેના બે દિવસ અગાઉ જ આ વીડિયો વાઈરલ થયા હતા.

ભાજપના નેતા દેવરાજે ગૌડાએ 8 ડિસેમ્બર 2023ના રોજ ભાજપના સ્ટેટ પ્રેસિડન્ટ વિજયેન્દ્રને એક પત્ર લખીને જણાવ્યું હતું કે “એચ ડી દેવ ગૌડા પરિવારના કેટલાક લોકો સામે ગંભીર આરોપો છે. તેમાં પ્રજ્વલ રેવન્ના પણ સામેલ છે જેની સાથે આપણે જોડાણ કર્યું છે અને જનતાદળ (એસ)નો ઉમેદવાર છે.” દેવરાજે ગૌડાએ જણાવ્યું કે તેમને એક પેન ડ્રાઈવ મળી છે જેમાં 2976 વીડિયો છે. તેમાંથી કેટલાક ફૂટેજમાં તો સરકારી અધિકારીઓે પણ જોવા મળે છે.

આ વીડિયોનો ઉપયોગ કરીને મહિલાઓને બ્લેકમેલ કરવામાં આવી હતી અને જાતીય શોષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. ભાજપના નેતાએ કહ્યું કે બીજી એક પેન ડ્રાઈવમાં આવા વીડિયો અને બીજા કેટલાક ફોટો છે અને આ પેન ડ્રાઈવ કોંગ્રેસના નેશનલ નેતાઓ સુધી પહોંચી ગઈ છે, તેઓ કહે છે કે “આપણે જનતાદળ (એસ) સાથે જોડાણ ચાલુ રાખીએ અને હસન લોકસભા બેઠક પર જનતાદળ (એસ)ના ઉમેદવારને આપણે નોમિનેટ કરીએ તો આ વીડિયોનો બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ થઈ શકે અને એક રેપિસ્ટ સાથે સંકળાયેલા પક્ષ તરીકે આપણને કલંક લાગશે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે આપણા પક્ષને મોટો આંચકો લાગશે.”

રવિવારે જનતાદળ (S)ના ધારાસભ્ય શરણગૌડા કાંડકુરે પાર્ટીના વડા એચ ડી દેવ ગૌડાને પત્ર લખીને પ્રજ્વલ રેવન્નાને પક્ષમાંથી કાઢી નાખવાની માંગણી કરી હતી કારણ કે તેના કારણે પક્ષ માટે શરમજનક સ્થિતિ પેદા થઈ છે.

પ્રજ્વલ રેવન્નાના ઘરે કામવાળી તરીકે કામ કરનાર એક 47 વર્ષીય મહિલાએ રેવન્ના અને તેના પિતા તથા હોલેનારાસીપુરના ધારાસભ્ય એચ ડી રેવન્ના સામે જાતીય શોષણનો આરોપ મૂક્યો તેના કારણે આખો વિવાદ વધારે ચગ્યો છે. આ મહિલાની ફરિયાદના આધારે પોલીસે IPCના સેક્શન 354 -એ, 354-ડી, 506 હેઠળ કેસ નોંધ્યો છે. આ મહિલાએ આરોપ મૂક્યો છે કે રેવન્નાના ઘરે કામ શરૂ કર્યાના ચાર મહિના પછી રેવન્ના મને પોતાના રૂમમાં બોલાવતો હતો. ઘરમાં બીજી છ મહિલાઓ પણ કામ કરતી હતી અને તેઓ કહેતી કે રેવન્ના ઘરે આવતો ત્યારે તેઓ બહુ ડરી જતી હતી. આ ઘરમાં કામ કરતા પુરુષ કામદારોએ પણ મહિલાઓને સાવધાન રહેવાની સૂચના આપી હતી. રેવન્નાની પત્ની જ્યારે ઘરમાં ન હોય ત્યારે તે કામ કરતી મહિલાઓને સ્ટોર રૂમમાં બોલાવીને તેમને અભદ્ર રીતે સ્પર્શ કરતો હતો. આ ઉપરાંત એક કામવાળીની પુત્રી સાથે પણ તેણે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

मॉनसून सत्र के बाद केन्द्रीय मंत्रीमंडल में हो सकता है फेरबदल

aapnugujarat

એમપીમાં કોંગ્રેસે ૧૭ બળવાખોર નેતાઓને ઘરનો રસ્તો બતાવી દીધો

aapnugujarat

શશીકલાના છ સ્થળો પર ફરી દરોડા પડાયા : ઉંડી ચકાસણી

aapnugujarat
UA-96247877-1