Aapnu Gujarat
મનોરંજન

પૂર્વ પતિ આદિલનો પોર્ન વીડિયો લીક થવાના મામલે રાખી સાવંત સપડાઈ

પૂર્વ પતિ આદિલ દુર્રાનીનો વાંધાજનક વીડિયો લીક કરવાના મામલામાં રાખી સાવંતની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતાં રાખી સાવંતની જામીન અરજી ફગાવી દીધી હતી અને ચાર અઠવાડિયામાં હાજર થવા જણાવ્યુ હતું. રાખી સાવંત હાજર ન થાય તો ધરપકડ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાખી સાવંતે ભારત પરત ફરવું પડશે. આદિલ દુર્રાનીએ રાખી સાવંત વિરુદ્ધ કેસ કરેલો છે. રાખીએ તેમનો પ્રાઈવેટ અને પોર્નોગ્રાફિક વીડિયો ઓનલાઈન શેર કર્યો હોવાનો દાવો આદિલે કર્યો હતો. પોતાની પૂર્વ મંજૂરી વગર રાખીએ આ વીડિયો ટીવી પર ટોક શોમાં ચલાવ્યો હોવાનું પણ આધિલે જણાવ્યું હતું. આદિલની ફરિયાદના આધારે રાખી સાવંત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડની શક્યતાઓ તોળાઈ રહી છે. ધરપકડથી બચવા માટે રાખીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આગોતરા જામીન માગ્યા હતા. કોર્ટે રાખીની જામીન અરજી ફગાવીને ચાર અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અગાઉ મુંબઈ હાઈકોર્ટે પણ રાખી સાવંતની જામીન અરજી ફગાવી હતી. રાખી સાવંતના બચાવમાં તેની ટીમ તરફથી દાવો કરાયો છે કે, વીડિયો પાંચ વર્ષ જૂનો છે અને તેને પોર્નોગ્રાફિક કહી શકાય નહીં. બીજી તરફ રાખી સાવંત આ ઘટના સાથે જોડાયેલો મોબાઈલ તપાસ અધિકારીઓને ન સોંપે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું એલાન આદિલે કરેલું છે.

 

 

Related posts

शुरू हुई टाइगर श्रॉफ की ‘बागी ३’ की शूटिंग

aapnugujarat

કહાની ઘર ઘર કી : મારાં પુત્રો મારું માનતાં નથી : માધુરી

aapnugujarat

ટી-શર્ટ ઉતારતા વિડીયોને લઈ નિક જોનાસ ચર્ચામાં

editor
UA-96247877-1