Aapnu Gujarat
ગુજરાત

બીજેપી અને આરએસએસના લોકો ચાહે છે કે સંવિધાન ખત્મ થઈ જાય : RAHUL GANDHI

રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ આજે પાટણ પહોચ્યાં હતા જ્યાં જનસભા સંબોધી છે. ત્યારે સંબોધનની શરુઆત કરતા જ હિન્દુસ્તાનનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં જેવો પ્રશ્ન ઉઠાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે  BJP અને RSS ના લોકો ચાહે છે કે સંવિધાન ખતમ થઈ જાય જ્યરે અમે તેની રક્ષા કરીએ છે. આઝાદી પછી જે મળ્યું જેનુ કારણ સંવિધાન છે અને આજે પહેલીવાર બીજેપીના નેતા ખુલીને કહી રહ્યા છે કે અમે ચૂંટણી જીત્યા તો સંવિધાનને બદલી નાખીશુ અને ફાળીને ફેકી દઈશું આ જ સંવિધાન જ આપડી રક્ષા કરે છે. તમે જોયુ 10 વર્ષમાં શું થયુ ગુજરાત અને દેશમા શું થયું.

આજે હાલત એ છે 22 એવા લોકો છે જેમની પાસે એટલુ ધન છે કે 70 કરોડ હિન્દુસ્તાનીઓ પાસે જેટલુ છે. અદાણી, અંબાણી જેવા લોકો, 16 લાખ કરોડ રુપિયા બિઝનેસમેનના માફ કર્યા જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવતું નથી. રાહુલ ગાંધીએ આ ભાષણ દરમિયાન રામ મંદિરનો પણ પ્રશ્ન ઉઠાવ્યો જેમાં કહ્યું કે દેશના રાષ્ટ્રપતિ પહેલા વ્યક્તિ છે તે આદિવાસી હોવાના કારણે તેમને અહીં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

અદાણી ને જેટલા પૈસા મોદીજીએ આપ્યા છે તેટલા જ પૈસા અને ખેડૂતો , વહેપારીઓને આપીશું.  મહાલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે જેમાં લિસ્ટ બનશે જેમાંથી દરેક ઘરની મહિલાનું નામ જોડાશે જેમાં સરકાર દર મહિને મહિલાના અકાઉન્ટ વર્ષે 1લાખ રુપિયા મળશે.  8,500 રુપિયા દરમહિના આપવામાં આવશે અને તે દરેક વર્ગની મહિલાને આપવામાં આવશે અને ત્યાં સુધી આપવામાં આવશે જ્યાં સુધી તે ગરીબી રેખાથી બહાર ના આવી જાય.

પહેલી નોકરી પક્કી યોજનાની પણ અહીં વાત કરી જેમાં ગ્રેજ્યુએટ યુવાને સરકાર પાસેથી એપ્રેન્ટીશીપ માંગશે જેમાં સરકારે તેમને જોબ આપવી પડશે. આ સાથે દર વર્ષે તેમને 1 લાખ રુપિયા આપવામાં આવશે. આ પહેલી નોકરી પક્કીની વાત કરી હતી. ભારતના ખેડૂતોનું દેવું માફ કરીશું.

આ સાથે અગ્નિવીર યોજનાને લઈને તેમણે મોટી જાહેરાત કરી હતી કે આ યોજનાને હટાવી દઈશું આ સાથે તેમણે કહ્યું કે આ યોજના રક્ષકો એ નહોતી માંગી આ તો મોદી સરકાર લઈને આવી છે. આ સાથે GSTને લઈને પણ વાત કરી હતી કે તેમા કોઈ જાતનો ટેક્સ નહી હોય.

Related posts

કરોડો-કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થા પર આતંકવાદીઓએ એટેક કરીને જઘન્ય, માનવતા વિરોધી અને રાક્ષસી કૃત્ય કર્યું છે : ભરત પંડયા

aapnugujarat

मूंगफली घोटाले में बड़ी मछली को गिरफ्तार करना बाकी : धानाणी

aapnugujarat

गुजरात की राज्यसभा सीटों पर अलग चुनाव की कांग्रेस की याचिका पर सुनवाई से SC का इनकार

aapnugujarat
UA-96247877-1