Aapnu Gujarat
રમતગમત

ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફી મેચમાં ફટકારી બેવડી સદી

હાલમાં સ્ટાર ગુજરાતી પ્લેયર ફૂલ ફૉર્મમાં હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. પૂજારાએ ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. પુજારા ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં ૪૧ રન બનાવી શક્યો હતો. આ પછી પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ આંચકા છતાં ચેતેશ્વર પૂજારાએ હાર માની નથી અને તે ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવી રહ્યો છે.
હવે પુજારાએ ઝારખંડ સામે રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. સૌરાષ્ટ્ર તરફથી રમતા પૂજારાએ પ્રથમ દાવમાં અણનમ ૨૪૩ રન બનાવ્યા હતા. આ દરમિયાન પૂજારાએ ૩૫૬ બોલનો સામનો કર્યો અને ૩૦ ફોર ફટકારી હતી. ચેતેશ્વર પુજારાની આ શાનદાર ઇનિંગના આધારે સૌરાષ્ટ્રે તેનો પ્રથમ દાવ ૫૭૮/૪ રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. ઝારખંડે તેની પ્રથમ ઇનિંગમાં ૧૪૨ રન બનાવ્યા હતા, એટલે કે સૌરાષ્ટ્રને ૪૩૬ રનની મોટી લીડ મળી છે.
પૂજારાએ આ ઇનિંગ દરમિયાન કેટલાક મોટા રેકોર્ડ બનાવ્યા. પુજારા હવે ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. પૂજારાએ ફફજી લક્ષ્મણને પાછળ છોડી દીધો, જેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં ૧૯૭૩૦ રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન છે. સુનીલ ગાવસ્કરે ૩૪૮ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૫૧.૪૬ની એવરેજથી ૨૫૮૩૪ રન બનાવ્યા, જેમાં ૮૧ સદી અને ૧૦૫ અડધી સદી સામેલ છે. જ્યારે સચિને ૩૧૦ ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને ૫૭.૮૪ની એવરેજથી ૨૫૩૯૬ રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સચિનના નામે ૮૧ સદી અને ૧૧૬ અડધી સદી નોંધાયેલી છે. આ મામલે રાહુલ દ્રવિડ ૨૩૭૯૪ રન સાથે ત્રીજા સ્થાને છે.
પૂજારાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ ૧૭મી બેવડી સદી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાના મામલે પૂજારા ઇંગ્લેન્ડના હર્બર્ટ સટક્લિફ અને માર્ક રામપ્રકાશ સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે છે. સર ડોનાલ્ડ બ્રેડમેન ૩૭ બેવડી સદી સાથે આ મામલે ટોચ પર છે. તેના પછી ઈંગ્લેન્ડના વોલી હેમન્ડનો નંબર આવે છે, જેણે ૩૬ બેવડી સદી ફટકારી હતી. જ્યારે ઈલિયાસ હેનરી હેન્ડ્રેન ૨૨ બેવડી સદી સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
પૂજારાએ અત્યાર સુધી ૨૫૮ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૧૯૮૧૨ રન બનાવ્યા છે. પૂજારાએ આ દરમિયાન ૬૧ સદી અને ૭૭ અડધી સદી ફટકારી છે. પૂજારાની ટેસ્ટ કારકિર્દી ઘણી શાનદાર રહી છે. ૩૫ વર્ષીય પૂજારાએ અત્યાર સુધી ૧૦૩ ટેસ્ટ મેચમાં ૪૩.૬૦ની એવરેજથી ૭૧૯૫ રન બનાવ્યા છે. પૂજારાએ સદી ફટકારીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય ટીમે ૨૫ જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે પસંદગીકારો પુજારને બીજી તક આપે છે કે નહીં.

Related posts

विंडीज ने 3-0 से जीती सीरीज

aapnugujarat

विराट से ही पूछो कि वह इतने आक्रामक क्यो हैं : पोलार्ड

aapnugujarat

Australia defeated England by 251 runs to win

aapnugujarat
UA-96247877-1