પાકિસ્તાને એકવાર ફરીથી સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટમાં મોટા અંતરથી ભારતને પછાળ છોડી દીધું છે. પાકિસ્તાનને જ્યાં આ હેપ્પીનેસ રિપોર્ટમાં ૧૦૮મું સ્થાન મળ્યું છે તો ભારત આ યાદીમાં ૧૨૬માં સ્થાન પર છે. આ રેન્કિંગને બુધવારે જાહેર કરવામાં આવી છે. ફિનલેન્ડને સતત સાતમાં વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ જાહેર કરવામાં આવ્યો છે.
ફિનલેન્ડ બાદ ડેનમાર્ક, આઈસલેન્ડ અને સ્વીડન છે. ત્યારબાદ ઇઝરાયલ, નેધરલેન્ડ, નોર્વે, લગ્જમબર્ગ, સ્વિત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આવે છે. આ લિસ્ટમાં અફઘાનિસ્તાનને સૌથી ખરાબ રેટિંગ ૧૪૩ આપવામાં આવ્યું છે, જે તાલિબાન રાજ આવ્યા બાદ માનવીય સંકટથી સંઘર્ષ કરી રહ્યું છે.
આ રિપોર્ટ એક દાયકા કરતા વધુ સમયથી પ્રકાશિત થઈ રહ્યો છે. પરંતુ તેમાં પ્રથમવાર થઈ રહ્યું છે કે અમેરિકા અને જર્મની ૨૦ સૌથી વધુ ખુશ દેશોના લિસ્ટમાં નથી. આ સર્વેક્ષણમાં અમેરિકાને જ્યાં ૨૩મું તો જર્મનીને ૨૪મું સ્થાન મળ્યું છે. તો કોસ્ટારિકા અને કુવૈતની ટોપ ૨૦માં એન્ટ્રી થઈ છે અને તેને ક્રમશઃ ૧૨મું અને ૧૩મું સ્થાન મળ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌથી ખુશ દેશોના લિસ્ટમાં સૌથી ઉપરના દેશોમાં વિશ્વના સૌથી મોટા દેશ સામેલ નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટોપ-૧૦ દેશના લિસ્ટમાં નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એવા દેશ છે જેની વસ્તુ દોઢ કરોડ છે. ટોપ ૨૦ દેશોના લિસ્ટમાં કેનેડા અને બ્રિટન એવા દેશ છે જેની વસ્તી ૩ કરોડથી વધુ છે. સૌથી વધુ ઘટાડો અઘાનિસ્તાન, લેબનાન અને જોર્ડનના રેન્કિંગમાં થયો છે. તો તો પૂર્વી યુરોપના દેશો સર્બિયા, બુલ્ગારિયા અને લાટવિયાના રેન્કિંગમાં સૌથી વધુ વધારો થયો છે. હેપ્પીનેસ રેન્કિંગ લોકોના જીવન સંતુષ્ટિ, પ્રતિ વ્યક્તિ જીડીપી, સામાજિક સમર્થન, તંદુરસ્ત જીવનની અપેક્ષા, સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારના આધાર પર નક્કી કરવામાં આવે છે.