Aapnu Gujarat
મનોરંજન

‘બડે મિયાં છોટે મિયાં’ માટે અક્ષય કુમારે વસૂલી મોટી રકમ

ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું જ્યારથી એનાઉસમેન્ટ થયુ છે ત્યારથી કોઇને કોઇ રીતે મુવી હંમેશા ચર્ચામાં રહે છે. આ ફિલ્મનુમ ટ્રેલર રિલીઝ થયા પછી ફેન્સનું એક્સાઇટમેન્ટ વધી ગયુ છે. જેમ-જેમ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીજ ડેટ નજીક આવી રહી છે એમ ફેન્સ મુવી માટે રાહ જોઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મુવી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દેશે. આમ, વાત કરવામાં આવે તો અક્ષય કુમારે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ માટે લગભગ ૮૦ કરોડ રૂપિયા વસુલ્યા છે. આ સાથે ટાઇગર શ્રોફની વાત કરવામાં આવે તો આ એક્ટરે ૨૨ કરોડ રૂપિયા ફી વસુલી છે. ટાઇગર શ્રોફ પહેલી વાર અક્ષય કુમાર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા નજરે પડે છે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની લોકો રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં પૃથ્વીરાજ વિલનના રોલમાં નજરે પડશે. આ ફિલ્મમાં કામ કરવા માટે પૃથ્વીરાજ સુકુમારે ૫ કરોડ રૂપિયા ફી લીધી છે. વાત જ્યારે સોનાક્ષી સિન્હાની કરવામાં આવે તો આ એક્ટ્રેસ ૨ કરોડ રૂપિયા ફી વસુલી છે. સોનાક્ષી સિન્હાની એક્ટિંગ પણ મુવીમાં દમદાર જોવા મળી રહી છે. એક અહેવાલ પ્રમાણે થોડા સમય પછી સોનાક્ષી સિન્હા આ મુવીમાં જોવા મળશે. આ ફિલ્મને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કરી છે. પૂજા એન્ટરટેનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં અલાયા એફ, સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ છે. આ ફિલ્મમાં એક સાથે ત્રણ હસીનાઓનો તડકો જોવા મળશે.

Related posts

ફિલ્મના શૂટિંગ દરમ્યાન દીપિકા પાદુકોણની તબિયત બગડી

aapnugujarat

Actress Vaani Kapoor suffered injuries during the shooting of film ‘War’

aapnugujarat

સત્તે પે સત્તાની રિમેકમાં કેટરિના-શાહરુખ ચમકશે..!!?

aapnugujarat
UA-96247877-1