Aapnu Gujarat
મનોરંજન

સત્તે પે સત્તાની રિમેકમાં કેટરિના-શાહરુખ ચમકશે..!!?

બી-ટાઉનમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રીમેક થવાના સમાચાર ચર્ચામાં છે. આ પ્રોજેક્ટમાં ફરાહ ખાન અને રોહિત શેટ્ટી પોતાના પ્રોડક્શનમાં ફિલ્મ તૈયાર કરે એવી શક્યતાઓ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનિર્માતાએ પોતાના આ મહત્ત્વના પ્રોજેક્ટની શરુઆત કરી દીધી છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ફાઈનલ થઈ ચૂકી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં મોટા કલાકારોને ફાઈનલ કરવાના છે. સુત્રોના જણાવ્યા અનુસાર કિંગ ખાન અને કેટરિના કૈફ ફાઈનલ છે. જો બધુ યોગ્ય રહ્યું તો કિંગ ખાન અને કેટરિનાની આ ત્રીજી ફિલ્મ હશે.
ફરાહ ખાન મોટા ભાગે શાહરુખ ખાન સાથે કામ કરવાનું પસંદ કરે છે. હેપ્પી ન્યૂયર બાદ આ ફિલ્મથી કિંગખાન ફિલ્મી પદડે કમબેક કરી શકે છે. ફરાહ શાહરુખ અને કેટરિના સાથે કામ કરવા માગે છે. તેમને લાગે છે કે, આ એક સારી એવી તક છે. રોહિતને આ ફિલ્મનો આઈડિયા ખૂબ ગમે છે. શાહરુખ ખાન અને કેટરીના બંનેએ આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં રસ દાખવ્યો છે. જોકે, બેમાંથી કોઈએ પ્રોજેક્ટ સાઈન કર્યા નથી. બધુ યોગ્ય રહ્યું તો રોહિત શેટ્ટી, ફરાહખાન, શાહરુખખાન અને કેટરીના કૈફ પહેલી વખત કોઈ પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે.
‘સત્તે પે સત્તા’માં અમિતાભ બચ્ચન અને હેમા સિવાય પણ બીજા કેટલાક કલાકારો હતા. આ નવી રીમેક ફિલ્મમાં બીજા પાત્રો માટે સપોર્ટિંગ કાસ્ટની શોધ શરુ કરી દેવામાં આવી છે. કેટરીના કૈફ હાલમાં પોતાની નવી ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Related posts

સેક્સી અને બોલ્ડ સ્ટાર રિયા સેન સતત ચર્ચામાં

aapnugujarat

विक्की ने शुरू की अपने अगले प्रोजेक्ट की शूटिंग

editor

सनी लियोनी के इंस्टाग्राम पर हुए १८ मिलियन फॉलोअर्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1