Aapnu Gujarat
બિઝનેસ

31 માર્ચે રવિવાર હોવા છતાં ખુલ્લી રહેશે બેંક, આરબીઆઈ એ જાહેર કરી માર્ગદર્શિકા

ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશની તમામ બેંકોને સૂચના આપી છે કે, આગામી 31 માર્ચના રોજ રવિવાર હોવા છતાં, તેઓ તેમની કેટલીક શાખાઓ ખુલ્લી રાખે. ખાસ કરીને 31મી માર્ચે ખુલ્લી રહેનારી આ તમામ શાખાઓ તે દિવસે માત્ર સરકારી કામકાજ કરશે. જો કે 31 માર્ચ નાણાકીય વર્ષ 2023-2024નો છેલ્લો દિવસ છે. તેથી તે દિવસે બેંકોમાં મોડી રાત સુધી કામ ચાલુ રહેશે, પરંતુ સામાન્ય નાગરિકોના બેંકના કોઈ કામકાજ તે દિવસે થશે નહીં.

આરબીઆઈએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 31 માર્ચે, બેંકોની તે તમામ શાખાઓ, કે જે ભારત સરકારને સંબંધિત સરકારી આવકની પ્રાપ્તિ અને ચૂકવણીઓ સાથે વ્યવહાર કરે છે તે તમામ બેંકો ખુલ્લી રહેશે. આ શાખાઓમાં રવિવારની રજા રહેશે નહીં. આરબીઆઈનું કહેવું છે કે, બેંકની શાખાઓ ખુલ્લી રહેવાને કારણે, નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રાપ્તી અને ચુકવણી સંબંધિત તમામ સરકારી વ્યવહારોનો હિસાબ કરી શકાશે.

ભારતમાં નાણાકીય હિસાબી વર્ષ એપ્રિલથી માર્ચ સુધીનું હોય છે. તેથી, 31મી માર્ચે રવિવારે એ હિસાબી ખાતા બંધ કરવાનો દિવસ છે. આવી સ્થિતિમાં, રવિવાર અથવા સોમવારે, તમામ બેંકોમાં કર્મચારીઓ મોડી રાત સુધી સરકારી ખાતાનું કામકાજ કરે છે. તેના બદલામાં તમામ બેંક કર્મચારીઓને 1 એપ્રિલે જાહેર રજા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, 1 એપ્રિલ, 2024 ના રોજ પણ બેંકોમાં કોઈ પબ્લિક ડીલિંગ નહીં થાય.

હોળી ધૂળેટીના દિવસે પણ બેંકો બંધ રહેશે

હોળી ધૂળેટીનો તહેવાર પણ 31મી માર્ચના જ સપ્તાહમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં માર્ચ મહિનામાં હવે પછી બાકી રહેલા દિવસોમાં બેંકો બહુ ઓછા દિવસ ચાલુ રહેશે. અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં અલગ-અલગ દિવસે રજા હોય છે. એકવાર તમે આ જાણી લો …

  • RBIના હોલિડે લિસ્ટ મુજબ ગુજરાતમા બેંકો આ દિવસે બંધ રહેશે. એટલે કે આ દિવસે બેંકોમાં જાહેર રજા રહેશે.
  • 23મી માર્ચને શનિવારે મહિનાનો ચોથો શનિવાર છે. આથી બેંકો બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.
  • 24મી માર્ચે રવિવાર છે. આથી રવિવારને 24મી માર્ચે પણ બેંકો બંધ રહેશે.
  • 25 માર્ચે દેશના મોટાભાગના રાજ્યોમાં 25મી માર્ચ સોમવારના રોજ ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આથી સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં જાહેર રજા છે. તેથી બેંકોમાં પણ 25મી માર્ચે જાહેર રજા રહેશે.
  • 29મી માર્ચે ગુડ ફ્રાઈડે તહેવાર માર્ચ મહિનાના અંતમાં એટલે કે 29મી માર્ચે છે. તેથી ગુડ ફ્રાઈડેના દિવસે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

માર્ચ મહિનો નાણાકીય વર્ષનો અંત પણ છે. તેથી, 31મી માર્ચને રવિવાર હોવાથી આ દિવસે સામાન્ય નાગરિકો કે ખાતા ધારકો માટે બેંક બંધ રહેશે પરંતુ સરકારી કામકાજ સાથે સંકળાયેલ બેંકની શાખાઓ ચાલુ રહેશે.

Related posts

ભારત ઇકોનોમિક ગ્રોથમાં સતત બીજીવાર ચીનને મ્હાત આપશેઃ આઇએમએફ

aapnugujarat

દેવું ચૂકવવા માટે સંપત્તિ વેચી શકે છે ટાટા સ્ટીલ

aapnugujarat

माल्या से लोन रिकवरी की उम्मीद बहुत कमः एसबीआई

aapnugujarat
UA-96247877-1