Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

H-1B વિઝાનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં થશે બંધ

અમેરિકાના H-1B વિઝાની નોંધણી ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. USCISએ કહ્યું કે નાણાકીય વર્ષ 2025 માટે H-1B વિઝાની પ્રારંભિક રજીસ્ટ્રેશનની તારીખ 22 માર્ચે સમાપ્ત થઈ રહી છે.

અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકોને H-1B વિઝાની જરૂર પડે છે. તેની રજીસ્ટ્રેશન વિન્ડો 6 માર્ચે ખુલી હતી. બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે H-1B વિઝાની નોંધણીની તારીખ 22 માર્ચે બપોરે 12 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 9.30 વાગ્યે) સમાપ્ત થશે.

રજીસ્ટ્રેશન ઓનલાઈન થશે. આ માટે તમારે myUSCIS એકાઉન્ટનો ઉપયોગ કરવો પડશે. અરજી અને તેની ફી પણ આના પર જ ભરવામાં આવશે.

આ દસ્તાવેજો આપવાના રહેશે

રજીસ્ટ્રેશન માટે તમારે માન્ય પાસપોર્ટ વિગતો અને માન્ય મુસાફરી દસ્તાવેજો વિશે માહિતી પ્રદાન કરવી પડશે. જો કોઈ ગેરરીતિ જણાય તો અરજી રદ કરી શકાય છે.

રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી જેમની પસંદગી કરવામાં આવશે, તેમને 31 માર્ચ સુધીમાં તેમના myUSCIS ઓનલાઈન એકાઉન્ટ પર તેની જાણ કરવામાં આવશે. આ પછી 1 એપ્રિલથી H-B કેપ પિટિશન માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવશે. જ્યારે H-1B નોન-કેપ માટેની અરજીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

USCISએ જણાવ્યું કે નોન-ઇમિગ્રન્ટ વર્કર માટે અરજી ફોર્મ I-129 અને પ્રીમિયમ સેવા માટે અરજી ફોર્મ I-907 ઓનલાઇન ઉપલબ્ધ છે.

વિઝા ફીમાં વધારો થયો છે

નાણાકીય વર્ષ 2025 માટે 1 એપ્રિલથી વિઝા અરજીઓ લેવામાં આવશે. વર્ષો પછી અમેરિકન સરકારે વિઝા ફીમાં પણ વધારો કર્યો છે. વિઝા ફી 10 ડોલરથી વધારીને 110 ડોલર કરવામાં આવી છે. તો H-1B વિઝા માટે રજીસ્ટ્રેશન ફી પણ 10 ડોલરથી વધારીને 215 ડોલર કરવામાં આવી છે.

H-1B વિઝા શું છે?

H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કામદારો રાખવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકન કંપનીમાં કામ કરે છે ત્યારે તેને H-1B વિઝા આપવામાં આવે છે.

અત્યાર સુધી એવું થતું હતું કે જો કોઈ વ્યક્તિના H-1B વિઝાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય, તો તેને રિન્યુ કરાવવા માટે ફરીથી તેના દેશમાં પાછા ફરવું પડતું હતું. પરંતુ હવે તમારે રિન્યુ પ્રક્રિયા માટે ઘરે આવવું પડશે નહીં. અમેરિકામાં રહીને જ વિઝા રિન્યુ થશે.

H-1B વિઝાની રિન્યુ પ્રક્રિયાને સરળ બનાવવાથી લગભગ 10 લાખ લોકોને ફાયદો થશે અને તેમાંથી મોટી સંખ્યામાં ભારતીયો હશે. અમેરિકામાં લાખો ભારતીયો કામ કરે છે. 2022માં યુએસ સરકારે 4.42 લાખ લોકોને H-1B આપ્યા હતા. જેમાંથી 73 ટકા ભારતીયો હતા.

Related posts

Signed order to extradite Julian Assange to U.S.: U.K. Home Secy Sajid Javid

aapnugujarat

વિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં મોટું ગાબડું

aapnugujarat

‘Reciprocal’ restrictions on US diplomats : China

aapnugujarat
UA-96247877-1