Aapnu Gujarat
રાષ્ટ્રીય

તેલંગાણામાં ટ્રક સાથે કાર અથડાતાં છ લોકોના મોત

તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી વિજયવાડા જતી વખતે કારે મુતંગી આઉટર રિંગ રોડ પર પાછળથી પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી.
તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી વિજયવાડા જતી વખતે કારે મુતંગી આઉટર રિંગ રોડ પર પાછળથી પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી. અથડામણ થતાંની સાથે જ એકાએક વિસ્ફોટ થયો અને કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત નાલગોંડાના કોદાદ શહેરમાં દુર્ગાપુરમ હાઇવે પર થયો હતો.
હૈદરાબાદના છ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે એક કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લારી સાથે અથડાઈ.
મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ લોકો વિજયવાડા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તુટી જવાના કારણે ટ્રક રોડની સાઈડમાં ઉભી હતી. ત્યારે પાછળથી આવતી કાર તેની સાથે અથડાઈ હતી.

Related posts

ઓગસ્ટા પ્રકરણ : મિશેલની જ્યુડિશિયલ કસ્ટડી વધારાઈ

aapnugujarat

બુન્દેલખંડમાં ડિફેન્સ કોરિડોરની પ્રક્રિયા ટુંકમાં શરૂ

aapnugujarat

पेंशन योजनाओं में बडे बदलावों की तैयारी में सरकार

aapnugujarat
UA-96247877-1