Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગ્વાલિયરમાં લવ જેહાદનો શિકાર બની હિન્દુ છોકરી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લવ જેહાદ સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. અહીં એક ચોક્કસ સમુદાયના યુવકે ૩ વર્ષ સુધી એક યુવતીનું શારીરિક શોષણ કર્યું અને નિર્દયતાથી માર પણ માર્યો. યુવતીનો આરોપ છે કે આરોપીઓએ તેનો ધર્મ પરિવર્તન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે તે ત્રાસ સહન ન કરી શકી તો તેણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી. આ દરમિયાન હિન્દુ સંગઠનના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા.
ફરિયાદ કરનારી યુવતીએ જણાવ્યું હતું કે ૩ વર્ષ પહેલા તેની પડોશમાં રહેતા ચોક્કસ સમુદાયના યુવકે તેને ધમકી આપીને પોતાની સાથે લઈ ગયો હતો. યુવતીએ કહ્યું કે આરોપીએ ધમકી આપી હતી કે જો હું સાથે નહીં જાઉં તો તે પત્રમાં મારું નામ લખીને આત્મહત્યા કરી લેશે અને મારા માતા-પિતા અને ભાઈ જેલમાં જશે. યુવતીને ખબર હતી કે આરોપી યુવક પરિણીત છે.
યુવતીનું કહેવું છે કે લગ્ન પહેલા તે યુવક સાથે વાત કરતી હતી પરંતુ લગ્ન બાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારથી તે તેને સતત પરેશાન કરતો હતો. આ પછી તેણે અમને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી મને તેની સાથે લઈ ગયો અને ૩ વર્ષ સુધી મારું શારીરિક શોષણ કર્યું અને માર પણ માર્યો. આરોપીએ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. મારી સાથે તેને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું. પીડિતાએ કહ્યું કે યુવકના પરિવારના સભ્યો પણ તેને મારતા હતા.
પીડિતાએ કહ્યું કે ગઈકાલે રાત્રે પણ તેની પત્ની અને બહેને મને માર માર્યો હતો અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મકાનમાલિક સ્થળ પર આવતા તેનો જીવ બચી ગયો હતો. આ પછી તે પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ કરવા માંગતી હતી, પરંતુ તે સમયે મહિલા સ્ટાફની ગેરહાજરીને કારણે તેણે બીજા દિવસે ફરિયાદ કરી. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
લવ જેહાદ સાથે જોડાયેલા આ મામલામાં સીએસપી શુભા શ્રીવાસ્તવે જણાવ્યું કે એક યુવતી પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તનની ફરિયાદ લઈને આવી હતી. તેણીએ જણાવ્યું કે એક ખાસ સમુદાયનો યુવક સતત ૩ વર્ષથી તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. તેણીને માર પણ મારતો હતો. યુવતીએ જણાવ્યું કે બળજબરીથી તેનો ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ પર પોલીસે કલમ ૩૭૬ હેઠળ કેસ તેમજ આરોપીના પરિવારના સભ્યો દ્વારા હુમલો અને ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે.

Related posts

એલએસી પર સૌથી મોટી સંખ્યામાં જવાનો તૈનાત : S. JAISHANKAR

aapnugujarat

અનંતનાગમાં છ ત્રાસવાદીઓ ઠાર કરાયા

aapnugujarat

‘अन्याय के खिलाफ लड़ने वाले किसानों के साथ दिल से हूं’ : राहुल

editor
UA-96247877-1