Aapnu Gujarat
રાષ્ટ્રીય

POPULATION REPORT : ભારતની વસ્તીમાં હિંદુઓ 7.8 ટકા ઘટ્યા, મુસ્લિમો વધ્યા

ESC-PM દ્વારા પ્રકાશિત એક વર્કિગ પેપરમાં થયેલા વિશ્લેષણ અનુસાર ભારતમાં બહુસંખ્યક ધાર્મિક વસ્તી (Population) (હિંદુ) ધરાવતા 1950 થી 2015 સુધીમાં 7.82 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે આટલા જ સમયગાળા દરમિયાન ભારતમાં અલ્પસંખ્યકોની વસ્તી ભાગમાં વધારો થયો છે. વર્કિગ પેપરમાં જણાવ્યા અનુસાર 167 દેશોમાં ભારત અને મ્યાંમારમાં બહુમતી વસ્તીમાં ઘટાડો થયો છે. મ્યાંમારમાં બહુસંખ્યકની વસ્તી 10 ટકા જેટલી ઘટી છે. 1950 માં મુસ્લિમ આબાદી 9.84 ટકા હતી જે વધીને 14.09 થઇ છે.

રિપોર્ટ અનુસાર આ પેપર સલાહકાર ESC -PM અપૂર્વકુમાર મિશ્રા અને ESC -PM પ્રોફેશનલ અબ્રાહમ જોસ દ્વારા લખવામાં આવ્યું છે. આ વર્કિગ પેપર માટે 2019 માં એસોસિએશન ઓફ રિલિજન ડેટા આર્કાઇવ્સ (એઆરડીએ) દ્વારા પ્રકાશિત સ્ટેટસ ડેટાસેટ પ્રોજેકટની ધાર્મિક વિશેષતાઓ-જનસાંખ્યિકી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પાકિસ્તાન,બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાઇ પાડોશી દેશોની પરીસ્થિતિ જોતા  બહુસંખ્યક આબાદીમાં વધારો થયો છે જયારે અલ્પસંખ્યકની આબાદી ચિંતાજનક રીતે વધી છે.

રિપોર્ટમાં જોવા મળે છે કે, દેશમાં શીખોની વસ્તી (Population)માં 6.58 ટકા અને ખ્રિસ્તી વસ્તીમાં 5.38 ટકાનો વધારો થયો છે. જોકે, દેશમાં પારસી અને જૈન ધર્મના લોકોની વસ્તીમાં ઘટાડો થયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો અહેવાલ દર્શાવે છે કે ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત છે અને સારી રીતે વિકાસ પામી રહ્યા છે. ભારતમાં માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ શીખ અને ખ્રિસ્તી ધર્મના લોકોની પણ વસ્તી વધી છે.

Related posts

ચીનના ઇશારે ભારત વિરુદ્ધ આતંકીઓની સાજિશ

aapnugujarat

આરુષિ કેસ : તલવાર દંપત્તિ આજે જેલમાંથી આખરે મુક્ત

aapnugujarat

कृषि कानून के खिलाफ किसान पहुंचे सुप्रीम कोर्ट, पीएम मोदी ने की खास अपील

editor
UA-96247877-1