Aapnu Gujarat
રાષ્ટ્રીય

આપ સાંસદ સ્વાતિ માલીવાલે સીએમ હાઉસ પર ગેરવર્તણૂકના મામલે ફરિયાદ નોંધાવી

રાષ્ટ્રીય મહિલા આયોગે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને સમન્સ પાઠવ્યો છે. જયારે આ જ કેસમાં બપોરે એક વાગે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એડિશનલ સીપી અને એડિશનલ ડીસીપી નોર્થ સ્વાતિ માલીવાલના ઘરે તેમનું નિવેદન નોંધવા પહોંચ્યા હતા. બિભવ પર આમ આદમી પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનનો આરોપ છે. દિલ્હી પોલીસે સ્વાતી માલીવાલની સાડા ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ સ્વાતિ માલીવાલે આખરે ૩ દિવસ પછી સીએમ આવાસ પર ગેરવર્તણૂકના મામલામાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

ઇન્ડિયા ગઠબંંધનની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેજરીવાલ અને સંજય સિંહ ગુરુવારે દિલ્હીથી લખનઉ પહોંચ્યા હતા. લખનઉ એરપોર્ટ પર બિભવ કેજરીવાલ સાથે જોવા મળ્યા હતા. મીડિયાએ કેજરીવાલને સ્વાતિ માલીવાલ કેસ અંગે પ્રશ્નો પૂછયા, પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો નહીં. આ દરમિયાન બંને કારમાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા.

૧૫મેના રોજ માલીવાલના પૂર્વ પતિ નવીન જયહિંદ દાવો કર્યો હતો કે સ્વાતિના જીવને ખતરો છે. સ્વાતિ સાથે જે થયું તેનું પ્લાનિંગ કરાયું હતું. નવીને કહ્યું, સ્વાતિએ આગળ આવીને પોતાનો પક્ષ રજૂ કરવો જોઇએ. આ સિવાય તેમણે આપના રાજયસભા સાંસદ સંજયસિંહ વિશે કહ્યું કે, હું સંજયસિંહની પ્રેસ કોન્ફરન્સ સંાભળી રહ્યો હતો અને હું તેને કહેવા માગું છે કે તેઓ કેમેરાની સામે એક્ટિંગ કરવાનું બંધ કરે. કારણકે તેઓ આખો મામલો જાણતા હતા.

Related posts

દિલ્હીમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ!!

aapnugujarat

महाराष्ट्र के मुद्दे पर लोकसभा में हंगामा

aapnugujarat

બે દિવસની બેંક હડતાળ શરૂ

aapnugujarat
UA-96247877-1