Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચારધામ મંદિર પરિસરના ૨૦૦ મીટરની આસપાસ મોબાઇલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે ૫ દિવસમાં જ વ્યવસ્થા ખોરવાય ગઇ છે. આથી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે અધિકારીઓને સૂચના આપવી પડી કે અધિકારીઓ ચારેય ધામમાં જ કેમ્પ કરશે. સચિવ સ્તરના અધિકારીઓને સતત ચારધામ યાત્રા પર નજર રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે.

આવી સ્થિતિમાં હવે સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે, મુખ્ય સચિવ રાધા રાતુરીએ સૂચના આપી છે કે ચારધામમાં એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરના ૨૦૦ મીટરની અંદર કોઇ પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવશે નહી. રાધા રાતુરીના જણાવ્યા અનુસાર, મોબાઇલનો ઉપયોગ કરવાથી મુસાફરીમાં પણ વિ-ેાપ પડી રહ્યો છે.

ચારધામ યાત્રા પર ભીડ વધવાના કારણે ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે યાત્રા પર આવનારા ભક્તો મંદિરની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં કે મોબાઇલનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કોઇ મોબાઇલનો ઉપયોગ કરતું જોવા મળશે તો પોલીસ તેને રોકશે તેમજ તેની સામે કાર્યવાહી પણ થઇ શકે છે. ઉત્તરાખંડ સરકારે તમામ રાજયોના મુખ્ય સચિવોને પત્ર લખીને પોતપોતાના રાજયોમાં જાહેર કરવા કહ્યું છે કે કોઇ પણ શ્રદ્ઘાળુએ રજીસ્ટ્રેશન વગર ચારધામ યાત્રા પર ન આવવું જોઇએ. જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ તારીખો પર આવવું જોઇએ.મુખ્ય સચિવ રાધા રાતુરીએ પણ આવનારા ભક્તોને સંયમ રાખવા અને વહીવટીતંત્રનેટેકો આપવા અપીલ કરી છે. મુખ્ય સચિવે કહ્યું છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષ પણ યાત્રા દરમિયાન વધુ લોકો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે નિર્ણય લીધો છે કે રજીસ્ટ્રેશન વગર મુસાફરી કરનારાઓને રોકી દેવામાં આવશે. હવે અમે વિવિધ સ્થળોએ વાહનોની તપાસ કરીને અને ભક્તો સાથે વાત કર્યા પછી જ તેને આગળ મોકલીશું, જેથી ચાર ધામમાં અચાનક ભીડ ન વધે.આ સાથે સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે જે કોઇ પણ પ્રકારની અફવા કે ખોટો વીડિયો ફેલાવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી : જનજીવન પર અસર

aapnugujarat

महाराष्ट्र के हथनूर बांध के ४१ दरवाजे खोलने पर गांवों को अलर्ट किया गया

aapnugujarat

૫થી ૧૦૦૦ રૂપિયામાં મોદીને મળવાની તક

aapnugujarat
UA-96247877-1