Aapnu Gujarat
ગુજરાત

કેસર કેરીની પેટીના ભાવ ઘટીને ૮૦૦એ પહોંચ્યો

ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગીરના સિંહની જેમ કેસર કેરી પણ ગુજરાતની ઓળખ છે. કેસરી કેરીના રસિયા આખુ વર્ષ આ ફળને પાકવાની અને તેની લિજ્જત માણવાની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે કેસર કેવીના રસિયા માટે માઠા સમાચાર છે. આ વર્ષે બજારમાં કેરીની આવક પણ ઓછી છે અને તેમાં પણ અધુરામાં પુરી માવઠા અને પવનના કારણે કેરી ઝાડ પરથી પડી જતાં કેરીની ખેતી કરતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કેસર કરીને ભાવ સતત ઉંચકાઇ રહયાં છે. જોકે કમોસમી વરસાદના વારાફરતી રાઉન્ડ આવતા કેરીના ભાવમાં આંશિક ઘટાડો થયો છેય
કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ બજારમાં ૧૦ કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને ૮૦૦એ પહોંચ્યો. જોકે છુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનોભાવ ૧૨૦૦થી ૧૬૦૦ રૂપિયા વેચાઇ રહી છે. વહેલી સવારથી સુરત શહેરમાં મોસમનો મિજાજ બદલાયો છે અહીં આકાશમાં કાળાડિંબાગ વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગર, તલ, મગ, કેરી અને શાકભાજી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો કેસર કેરીના ભાવમાં ૨૦ કિલોએ ૨૦૦ રૂપિયાનો વધારો અને હાફૂસ કેરીમાં ૪૦૦ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. દસ કિલોના બોક્સનો રિટેલ ભાવ ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયા બોલાઇ રહ્યો છે.તાલાલાની જેમ અમરેલીમાં પણ આંબાના બાગ વધુ હોવાથી કેરીનું સારું એવું ઉત્પાદન થાય છે. જો કે ખેડૂતોના મતે આ વખતે ઠંડી આંબાના મોરને બરાબર ન મળતા તેની સીધી અસર પાક પર થઇ છે. આ વખતે કેસરી કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી અને ઉપરથી કમોસમી વરસાદ પડતાં ભાવ પહેલાથી ઊંતા બોલાઇ રહ્યાં છે.

Related posts

બાયોટેકનોલોજી અને એન્જિનીયરીંગમાં સંશોધન-શિક્ષણ માટે રાજ્યમાં ૨૬ બાયો ઇન્ફોર્મેટિક્સ, ડિઝાઇન લેબ અને હાઇ પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ લેબની રચના માટે મુખ્યમંત્રી રૂપાણીની મંજૂરી

aapnugujarat

ઉત્તરાયણ પર્વ પર અકસ્માત કેસોને લઇ ૧૦૮ એલર્ટ પર

aapnugujarat

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ ખાતે ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિનનું લોન્ચિંગ

editor
UA-96247877-1