Aapnu Gujarat
શિક્ષણ

જ્યોર્જિયામાં થયેલા અકસ્માતમાં ત્રણ ઈન્ડિયન સ્ટૂડન્ટ્‌સનાં મોત

જ્યોર્જિયાના આલ્ફારેટામાં થયેલા એક કાર એક્સિડન્ટમાં ત્રણ ભારતીય સ્ટૂડન્ટ્‌સના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ સ્ટૂડન્ટ્‌સ માત્ર ૧૮ વર્ષના હતા અને મૃતકોમાં એક યુવક તેમજ બે યુવતીનો સમાવેશ થાય છે જેમની ઓળખ આર્યન જોષી, શ્રીયા અવસારલા અને અવની શર્મા તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આર્યન અને શ્રીયાના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અવનીએ નોર્થ ફુલટન હોસ્પિટલમાં બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા અન્ય બે સ્ટૂડન્ટ્‌સની ઓળખ પણ જાહેર કરવામાં આવી છે, જેમના નામ રિતવાક સમપાલ્લી અને મોહમંદ લિયાકત હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતનો ભોગ બનેલા આ સ્ટૂડન્ટ્‌સ અમેરિકા ભણવા માટે ગયા હતા કે પછી ત્યાંના જ સિટીઝન હતા તેની પણ કોઈ વિગતો નથી મળી શકી. પોલીસનું માનવું છે કે આ અકસ્માત ઓવર સ્પિડિંગને કારણે થયો હોઈ શકે છે, જે કારમાં આ સ્ટૂડન્ટ્‌સ સવાર હતા તેના ડ્રાઈવરે ફુલ સ્પીડ પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે પલ્ટી ખાઈને રસ્તાની બાજુમાં આવેલી ટ્રી લાઈનમાં ખાબકી હતી તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ્‌સ અનુસાર આ અકસ્માતમાં જીવ ગુમાવનારો આર્યન આલ્ફારેટા હાઈ સ્કૂલનો સ્ટૂડન્ટ હતો અને એક વીક બાદ તે ગ્રેજ્યુએટ થવાનો હતો, જ્યારે અવની અને શ્રીયાએ હાલમાં જ જ્યોર્જિયા યુનિવર્સિટીમાંથી પોતાનું પહેલું વર્ષ પૂરૂં કર્યું હતું.
આલ્ફારેટા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત હેમ્બ્રી રોડ અને મેક્સવેલ રોડની વચ્ચે આવેલા વેસ્ટસાઈડ પાર્કવેમાં મંગળવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ થયો હતો, જેમાં ઘાયલ થનારામાં કારના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. આ કારમાં કુલ પાંચ લોકો સવાર હતા, જેમાં ઘાયલ થનારા બે લોકોમાંથી એક આલ્ફારેટા હાઈસ્કૂલનો સ્ટૂડન્ટ જ્યારે બીજો જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીનો સ્ટૂડન્ટ હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે પોલીસે આ અકસ્માતની પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે ઓવર સ્પિડિંગને કારણે સંભવતઃ થયેલા આ અકસ્માતમાં કાર મેઈન રોડ પરથી સરકીને ટ્રી લાઈનમાં ધસી ગઈ હતી અને આ દરમિયાન કાર પલ્ટી પણ ખાઈ જતાં તેની અંદર સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકાના સાઉથ કેરોલાઈનામાં ઓવર સ્પિડિંગને કારણે થયેલા આવા જ એક અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાના મોત થયા હતા, આ ત્રણેય મહિલાઓ જ્યોર્જિયાની રહેવાસી હતી જેમની વોલ્વો ઠઝ્ર ૯૦ કાર સાઉથ કેરોલાઈનાના ઈન્ટર સ્ટેટ હાઈવે નંબર ૮૫ પર અકસ્માતનો ભોગ બની હતી. આ કારને અકસ્માત થયો ત્યારે તે એટલી સ્પીડમાં હતી કે તે મેઈન રોડ પરથી ઉછળીને ૨૦-૨૫ ફુટ ઉંચા ઝાડમાં ફસાઈ ગઈ હતી અને તેમાં સવાર ત્રણ ગુજરાતી મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે કાર ચલાવી રહેલી મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. આ ઘટનાને નજરે જોનારા લોકોના દાવા અનુસાર અકસ્માતનો ભોગ બનનારી કાર ૧૦૦ માઈલ પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે દોડી રહી હતી.

Related posts

सभी स्कूलों का स्वच्छ विद्यालय के लिए रजिस्ट्रेशन अनिवार्य 

aapnugujarat

गुजरात में स्‍कूल फीस को लेकर निजी स्‍कूल संचालक व सरकार में टकराव

editor

હાયર એજ્યુકેશન માટે USA જવાય કે કેનેડા? બંને દેશના ફાયદા-ગેરફાયદા સમજો

aapnugujarat
UA-96247877-1