Aapnu Gujarat
શિક્ષણ

ધો.12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 91.92% રિઝલ્ટ, 12 સાયન્સનું 82.45 % પરિણામ

માર્ચ 2024માં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 91.92% રિઝલ્ટ, 12 સાયન્સનું 82.45 % પરિણામ આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 વાગ્યાથી આ પરિણામ અપલોડ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) એન્ટર કરીને પોતાનું રિઝલ્ટ મેળવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકો છો.

આ વખતના પરિણામમાં કેટલીક વાતો ખાસ છે જેમ કે 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું છે તેમાં સૌથી વધુ મોરબીનું પરિણામ આવ્યું છે. મોરબીમાં 92.80 ટકા સ્ટુડન્ટ પરીક્ષામાં પાસ થઈ ગયા છે જ્યારે છોટા ઉદેપુરનું પરિણામ માત્ર 51.36 ટકા છે. એટલે કે આ જિલ્લામાં અડધો અડધ વિદ્યાર્થી નાપાસ થયા છે. આ વખતે A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા 1034 છે.

ધોરણ 12 સાયન્સમાં A ગ્રૂપનું પરિણામ 90.11 ટકા છે જ્યારે B ગ્રૂપનું પરિણામ 78.34 ટકા આવવ્યું છે. છોકરાઓમાં 82.53 ટકા પાસ થયા છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.35 ટકા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. તેમાં સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું 84.81 ટકા આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 1609 સ્કૂલોનું 100 ટકા પરિણામ છે જ્યારે 19 સ્કૂલોની 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે.

માર્ચ મહિનામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય વિષયોની લેખિત પરીક્ષા 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જ્યારે 1.36 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. 4.80 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. કુલ મળીને 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી.

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આ વખતે 3,79,759 રેગ્યુલર ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી 3,78,268 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. 3,47,738 પરીક્ષાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 % ટકા આવેલ છે. જ્યારે અગાઉના વર્ષમાં પાસ થયા ન હોય તેવા રિપિટરની સંખ્યા 59,137 હતી અને 29,179 ઉમેદવાર સફળ થયા છે. રિપિટરોનું રિઝલ્ટ 49 ટકા જેટલું છે.

Related posts

Admission Officers of top US Universities visit DPS Bopal, to apprise students on higher education options

aapnugujarat

આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

aapnugujarat

૬ જૂનથી રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ

editor
UA-96247877-1