Aapnu Gujarat
રમતગમત

રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર

રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું છે. આ રીતે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે રાજસ્થાન રોયલ્સે સતત ત્રીજી મેચ જીતી હતી. આ સાથે જ આ જીત બાદ રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે.

પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને

IPLની 14મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે છ વિકેટે જીત મેળવીને પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો અને પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. તે જ સમયે, મુંબઈ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેની પ્રથમ જીત હાંસલ કરી શક્યું નથી અને તે 10માં સ્થાને છે. કોલકાતા નાઇટ રાઇડર્સ 4 પોઇન્ટ અને +1.047ના નેટ રન રેટ સાથે બીજા, ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઇન્ટ અને +0.976 નેટ રન રેટ સાથે ત્રીજા, ગુજરાત ટાઈટન્સ -0.738 નેટ રન રેટ 4 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.  2 પોઈન્ટ અને 0.204 નેટ રન રેટ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ પાંચમા, 2 પોઇન્ટ અને +0.204 નેટ રન રેટ સાથે લખનઉ સુપર જાયન્ટ્સ છઠ્ઠા, 2 પોઇન્ટ અને -0.016 નેટ રન રેટ સાથે દિલ્હી કેપિટલ્સ સાતમા, 2 પોઇન્ટ અને -0.337 નેટ રન રેટ સાથે પંજાબ કિંગ્સ આઠમા, 2 પોઇન્ટ અને -0.711 નેટ રન રેટ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નવમા ક્રમે છે.

રાજસ્થાન રોયલ્સ તરફથી રિયાન પરાગે સૌથી વધુ રન બનાવ્યા હતા. રિયાન પરાગ 39 બોલમાં 54 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે 10 રન બનાવ્યા હતા. જોશ બટલર 13 રન બનાવીને વોકઆઉટ થયો હતો. રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન 12 રન બનાવીને આકાશ માધવાલનો શિકાર બન્યો હતો. રવિ અશ્વિને 16 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે શુભમ દુબે 8 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આકાશ માધવાલ સૌથી સફળ બોલર રહ્યો હતો. આકાશ મધવાલે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે ક્વેના મફાકાને 1 સફળતા મળી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોનો ફ્લોપ શો

આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયનની નજીક જતા રહ્યા. રોહિત શર્મા સિવાય નમન ધીર અને ડેવાલ્ડ બ્રેવિસ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ટીમના 4 બેટ્સમેન 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ આ પછી હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ સારી ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 21 બોલમાં 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તાલિક વર્માએ 29 બોલમાં 32 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલની ઘાતક બોલિંગ

રાજસ્થાન રોયલ્સ માટે ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર હતા. ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય નંદ્રે બર્જરે 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે અવેશ ખાને પિયુષ ચાવલાને આઉટ કર્યો હતો.

Related posts

धोनी का विकल्प ढूंढने में लगेगा काफी समय : युवराज

aapnugujarat

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફોર્મમાં પરત ફરશે વિરાટ કોહલીઃ કપિલ દેવ

aapnugujarat

विराट से ही पूछो कि वह इतने आक्रामक क्यो हैं : पोलार्ड

aapnugujarat
UA-96247877-1