Aapnu Gujarat
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફોર્મમાં પરત ફરશે વિરાટ કોહલીઃ કપિલ દેવ

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવનું માનવું છે કે, વિરાટ કોહલી પહેલી જૂનથી શરૂ થઇ રહેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફમાં ફોર્મમાં જરૂર પરત ફરશે અને તેઓ તેના હાલના ફોર્મને લઇને જરા પણ ચિંતિત નથી.
કપિલ દેવે કહ્યું કે, કોહલીનું હાલનું ફોર્મ ચિંતાનો વિષય નથી. મને તેની ક્ષમતા પર ભરોસો હતો. મને કોઇ કારણ નથી લાગતું કે તે ફરીથી રન કેમ નહીં બનાવે, તે ટીમ માટે મહત્વનો ખેલાડી છે અને જો તે રન બનાવવા લાગશે તો સમગ્ર ટીમ પ્રેરિત થશે. જો તમારો કપ્તાન ફોર્મમાં હોય છે, તો આ સૌથી સારી બાબત છે.
ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરના જસપ્રીત બૂમરાહની પ્રશંસા કરતા કપિલ દેવે કહ્યું કે, જ્યારે મેં પ્રથમ વખત બૂમરાહને જોયો ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, તે આટલો આગળ સુધી જશે. તે માનસિક રૂપથી ઘણો મજબૂત છે. જ્યારે તમારી એક્શન સ્પષ્ટ નથી તો તમે આટલી નજીક લાઇન અને લેન્થથી બોલ નથી નાંખી શકતા. તે ઘણે મજબૂત બોલર છે. મેં જ્યારે તેને પ્રથમ વખત વન ડે મેચ રમતા જોયા ત્યારથી અત્યાર સુધી તેના માટે મારા દિલમાં ઇજ્જત ઘણી વધી ગઇ છે.

Related posts

બેન સ્ટોક્સે અચાનક ક્રિકેટમાંથી બ્રેક લીધો

editor

11 SEC में 100 मीटर : रामेश्वर को लेकर बोले खेल मंत्री रिजिजू-उसे मेरे पाए लाएं

aapnugujarat

T20 विश्व कप से पहले, मौके का पूरा फायदा उठाना चाहूंगा : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1