Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હિન્દ મહાસાગરમાં ચીને ત્રણ જાસૂસી જહાજો તૈનાત કર્યા

અવળચંડા ચીનને પાડોશી દેશોની સાથે સ્હેજ પણ ફાવતુ નથી. છાશવારે તે બીજા દેશોને હેરાન કરતુ રહેતુ હોય છે. ચીન ભારતને ધ્યાનમાં રાખીને હિન્દ મહાસાગરમાં પણ પગ પેસારો કરી રહ્યુ છે. આ વિસ્તારમાં ચીનના જહાજો છાશવારે દેખા દેતા હોય છે. મળતી જાણકારી પ્રમાણે આ વખતે હિન્દ મહાસાગરમાં ચીને પોતાના ત્રણ જાસૂસી જહાજો તૈનાત કર્યા છે. જેમાંનુ એક જહાજ અત્યારે આંદામન ટાપુ સમૂહ પાસે, બીજુ માલદીવ ખાતે અને બીજુ મોરેશિયસ નજીક છે. આ જહાજોને ચીન રિસર્ચ માટેના જહાજો ગણાવે છે પણ હકીકતમાં તેનો ઉપયોગ બીજા દેશોના જહાજો પર જાસૂસી માટે થતો હોય છે.
ત્રણ જહાજ પૈકી એકનુ નામ જિયાંગ યાગ હોંગ-૧ છે. જે આંદામાન ટાપુઓથી ૬૦૦ માઈલના અંતરે છે. જયાં તે દરિયાના તળિયાનુ મેપિંગ કરી રહ્યુ છે તેમજ ભવિષ્યમાં સબમરિનનુ સંચાલન કરી શકાય તે માટે ડેટા એકત્રિત કરી રહ્યુ છે. સાત માર્ચે તે આ વિસ્તારમાં દાખલ થયુ હતું અને હજી પણ આ જ જગ્યાએ છે. બીજુ જહાજ જિયાંગ યાગ હોંગ-૨ અત્યારે માલદીવ ખાતે છે. જે ૩૫૦ માઈલના વિસ્તારમાં હાઈડ્રોગ્રાફિક સર્વે કરી રહ્યુ હોવાનુ ચીનનુ કહેવુ છે. ત્રીજુ જહાજ દા યાંગ હાઓ મોરેશિયસની રાજધાની પોર્ટ લુઈસથી ૧૨૦૦ માઈલના અંતરે છે અને તે પણ સમુદ્રમાં શોધખોળ કરી રહ્યુ છે. ચીનની હિલચાલ પર ભારતીય નૌસેના પણ બાજ નજર રાખી રહી છે. કારણકે ચીન દ્વારા ત્રણ ત્રણ જહાજ તૈનાત કરવા પાછળનો મુખ્ય ઈરાદો હિન્દ મહાસાગરમાં ભારતીય નૌસેનાની હિલચાલ જાણવાનો જ હોઈ શકે છે.

Related posts

ભારત અયોગ્ય વ્યાપાર નીતિ અફનાવી રહ્યું છેઃ અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલબર રૉસ

aapnugujarat

અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાનનાં બેવડા વલણનો પર્દાફાશ

aapnugujarat

Typhoon Faxai hits Japan, over 100 flights cancelled, millions without power

aapnugujarat
UA-96247877-1