Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી લોકોને ઈમોશનલ કરી પોતાની ટિકિટના પૈસા પડાવતા શખસની ધરપકડ

: દેશ-દુનિયાની સફર કરવી ઘણી ખર્ચાળ હોય છે પરંતુ અત્યારે દેખાદેખીની જનરેશનમાં લોકો પોતાના મોજશોખ પૂરા કરવા કોઈપણ હદ વટાવી દેતા હોય છે. તેવામાં એક ભેજાબાજ યુવક દેશભરમાં ફ્લાઈટ્સની ટિકિટથી લઈ રહેવા ખાવા-પીવાનો ખર્ચો બીજા લોકો પાસે કઢાવતો હતો. આ એક મોટો સ્કેમ હતો જેમાં યુવક એકલા હાથે થોડાઘણા રૂપિયા લઈને સફર કરવા નીકળ્યો અને બાદમાં ફ્લાઈટમાં તેને જે જે કો પેસેન્જર રૂપિયાવાળા લાગે તેની જોડે દોસ્તી કરી ઈમોશનલ ખોટી ખોટી સ્ટોરી કરી તેની નેક્સ્ટ ટ્રીપનાં રૂપિયા પડાવી લેતો હતો. તે આવી રીતે જ ઘણા રાજ્યોની સફર કરી ચૂક્યો છે. જોકે અમદાવાદ આવતા જ તેની ધરપકડ થઈ અને જબરો ફસાયો હતો.

એક પછી એક પેસેન્જર્સ એક જ વ્યક્તિએ સમાન ટ્રિકથી લોકોને છેતરતા હોવાની ફરિયાદો મળવા લાગી હતી. જેમાં મોડેલા વેંકટ દિનેશ કુમારની એક એક એક્શન પર નજર કરવામાં આવી રહી હતી. આ વ્યક્તિ ફ્લાઈટમાં બેસે અને બાદમાં જે અમીર જણાય તેની જોડે દોસ્તી કરી લે અને તરત જ ફ્લાઈટ લેન્ડ થાય ત્યાં સુધી દુખ દર્દ ભરી વાતો કરીને ઈમોશનલ કરી દેતો હતો. આ સમયે તે સતત પૂછતો રહેતો કે તમારી પાસે જો થોડા રૂપિયા હોય તો મને મદદ કરજો. આમ કરી કરીને તેણે 40થી 50 હજાર રૂપિયા સુધીની રકમ એક એક પેસેન્જર પાસેથી પડાવી લીધી અને તેમને નંબર પણ આપ્યો હતો. તેણે કહ્યું કે સમય જતા હું તમને પરત પણ આપી દઈશ.

ઘણા લોકોએ તેને મદદ કરી અને પછી આ વ્યક્તિએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદથી ચેન્નઈ વાયા જયપુરની ફ્લાઈટમાં પણ તેને એક કો પેસેન્જર પાસેથી આવી રીતે જ રૂપિયા પડાવી લીધા હતા. તેને પોતાને સ્ટુડન્ટ તરીકે દર્શાવ્યો અને બાદમાં ખોટી ખોટી રીતે ઈમોશનલ કરી 18 હજાર રૂપિયા પડાવી લીધા હતા, તે એરપોર્ટ પર પણ લોકોને શિકાર બનાવતો હતો. આ વ્યક્તિની લૂંટ કરવાની સ્ટાઈલથી ક્રાઈમ એન્ટ ઈન્ટેલિજન્ટ વિંગ વાકેફ થઈ ગયું હતું. તેમણે અન્ય કેટલીક ફરિયાદો પર નજર કરી તો આ ભેજાબાજ યુવક એરપોર્ટ પર લોકોને પકડતો અને પછી આ રીતે રૂપિયા માગી લેતો હતો. એક મહિલાએ ફરિયાદ કરી હતી તેમાં પણ 30 માર્ચે તેની સાથે એરપોર્ટ પર એક યુવક આવ્યો અને ભોળવીને રૂપિયા લઈ ગયો હતો એનો ઉલ્લેખ હતો. ટીમે વધુમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે દેશના મોટાભાગનાં એરપોર્ટમાં આ પ્રમાણે આ યુવક ફરી ચૂક્યો છે અને લોકો પાસેથી રૂપિયા પડાવી ચૂક્યો છે.

દેશમાં આવી રીતે જ રૂપિયા ઉઘરાવી ફરતા યુવકનો ભાંડો અમદાવાદ એરપોર્ટ આવતા જ ફૂટી ગયો હતો. તે ગુરુવારે મોડી રાત્રે 1.20 વાગ્યે અમદાવાદ એરોપોર્ટ પર આવ્યો હતો અને બાદમાં ડોમેસ્ટિક અરાઈવલ પર સ્લિપિંગ પોડ ફેસેલિટી છે ત્યાં જઈને ઊંઘી ગયો હતો. એક સૂત્રએ જણાવ્યું કે આ વ્યક્તિ પાસે વેલિડ બોર્ડિંગ પાસ પણ હતો. એટલું જ નહીં અમદાવાદ એરપોર્ટ પર પણ તે આવી રીતે જ લોકો પાસેથી રૂપિયા માગવા પહોંચ્યો પરંતુ ભરાઈ ગયો હતો. CISF ઓફિશિયલ્સે તેને પકડી પાડ્યો અને બાદમાં પૂછપરછ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેને એરપોર્ટ પોલીસને પણ સોંપી દેવામાં આવ્યો હતો.

આને આવા ક્રાઈમ કરવાની આદત પડી ગઈ હતી અને આ ફ્રોડસ્ટરને ન્યૂ દિલ્હી, કોલકાતા, બેંગલૂરુ અને મુંબઈ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. આને વિચિત્ર શોખ હતો કે જેમાં કો-પેસેન્જરને આવી રીતે ઈમોશનલ બ્લેકમેલ કરી તેમની પાસેથી ટિકિટ કઢાવી લેવી અને આખી દુનિયા ફરવી એ જ એનો ગોલ હતો. સૂત્રોએ જણાવ્યું છે કે તેણે જે જે વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા છે તે પરત કરી દેશે એની પણ ખાતરી આપી છે.

Related posts

ધાનાણી, ભરતસિંહ સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

aapnugujarat

आम की पैदावार कम होने से भाव ५० प्रतिशत बढ़े

aapnugujarat

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત સફર એપ્સને લઇને પણ નવા પ્રશ્નો ઉઠવા લાગ્યા

aapnugujarat
UA-96247877-1