Aapnu Gujarat
ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત સફર એપ્સને લઇને પણ નવા પ્રશ્નો ઉઠવા લાગ્યા

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા પ્રદૂષણની માત્રાની વચ્ચે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત સફર પ્રોજેકટ અને તેની એપ્લીકેશન સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.જેમા આ એપ્લીકેશનમાં એરઈન્ડેકસ કયા વિસ્તારમાં કેટલો રહેશે તે દર્શાવવામા આવે છે પરંતુ જે તે વિસ્તારની હવામા કાર્બન ડાયોકસાઈડ કે સલ્ફર મોનોકસાઈડ સહિતના હાનિકારક તત્વો કેટલી માત્રામા છે એ અંગેની કોઈ વિગત દર્શાવવામા આવતી નથી.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના એર પ્લાન વિભાગના નોડલ ઓફિસર ડો.ચિરાગ શાહ દ્વારા અમદાવાદ શહેરમાં એરકવોલીટી ઈન્ડેકસ ઉંચો રહેવા અંગે આપવામા આવેલી ચેતવણી બાદ છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરના આઠ જેટલા એર મોનીટરીંગ સ્ટેશનો પર કેટલો એરકવોલીટી ઈન્ડેકસ છે અને રહેશે એ અંગેની વિગતો અપડેટ કરીને રજુ કરવામા આવી રહી છે.પરંતુ અમદાવાદ શહેરના લોકો માટે એરઈન્ડેકસ કરતા પણ વધુ મહત્વની બાબત જે તે વિસ્તારમા વસતા લોકોને હાની પહોંચાડી શકે એવા હવામા તરતા કાર્બન ડાયોકસાઈડ,કાર્બન મોનોકસાઈડ અથવા તો સલ્ફર મોનોકસાઈડની માત્રા કયા અને કેટલી છે ઉપરાંત બીજા દિવસે જે તે વિસ્તારમા કેટલી રહેશે તે અંગેની કોઈ વિગત રજુ કરવામા આવતી નથી.આ અંગે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીના કહેવા અનુસાર,હવામા રહેલા ઝેરી વાયુની માત્રાને બદલે એરકવોલીટી મોનીટરીંગ મશીન દ્વારા પાર્ટીકલની સાઈઝ માપવામા આવે છે.હવામા રહેલા પ્રદૂષણના આંકના આધારે પ્રદૂષણ માપવામા આવતુ હોય છે.જેટલો આંક ઓછો એટલી પ્રદૂષણની માત્રા ઓછી.અમદાવાદ શહેરમાં આજે પણ સવારના ૧૦ કલાકે એરપોર્ટ વિસ્તારમા અને પીરાણા વિસ્તારમા એર ઈન્ડેકસ ઉંચો જોવા મળ્યો હતોર્‌

Related posts

ભાવનગરમા વિભાવરીબેન દવેએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું

editor

કદવાલ ગામમાં થાંભલા નમી પડ્યા લોકોમાં ગભરાટ

editor

૧૫મી મે સુધીમાં ૧૩૪૬૯ ગામડાઓનું વીજળીકરણ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1