Aapnu Gujarat
ગુજરાત

૧૫મી મે સુધીમાં ૧૩૪૬૯ ગામડાઓનું વીજળીકરણ થયું

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની અંત્યોદય (છેવાડાના માણસની સેવા)ની ફિલોસોફીને અનુરુપ ભારત સરકારે ૨૦ નવેમ્બર ૨૦૧૪ના રોજ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (ડીડીયુજીજેવાય)ને મંજુરી આપી હતી જે ગ્રામીણ વિજળીકરણના તમામ પાસા એટલે કે ફીડર અગલીકરણ, સિસ્ટમને મજબૂત કરવી, મીટરિંગ વગેરેને સમાવતી સંપૂર્ણ યોજના છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં ૧૦૦૦ દિવસની અંદર વિજળીના પુરવઠાથી વંચિત તમામ ગામડાઓનું વીજળીકરણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તેના પરિણામે ભારત સરકારે મે ૨૦૧૮ સુધીમાં ગ્રામીણ વીજળીકરણનું અભિયાન પૂર્ણ કરવા યુદ્ધ ધોરણે હાથ ધર્યું છે. આ યોજના અંતર્ગત દેશમાં વીજળીના પુરવઠાથી વંચિત ૧૮૪૫૨ ગામડાઓમાંથી ૧૩૪૬૯ ગામડાઓનું વિજળીકરણ ૧૫ મે, ૨૦૧૭ સુધી થઇ ગયું છે. અગાઉની યોજનાનું ગ્રામીણ વીજળીકરણનું બાકીનું કામ ડીડીયુજીજેવાયમાં સમાવવામાં આવ્યું છે.

Related posts

સ્નેહા ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

editor

ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા

editor

ભાવનગરમાં બે BBC બ્રાન્ચનુ ઉદ્ઘાટન

editor

Leave a Comment

UA-96247877-1