Aapnu Gujarat
ગુજરાત

ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં ૬ માસ પહેલા થયેલ લુંટ વિથ મર્ડરનાં ગુનાને ઉકેલવામાં સાબરકાંઠા એલ.સી.બી. પોલીસને મોટી સફળતા મળી છે. લુંટ વીથ મર્ડરના આરોપી સાથે ઝડપાયેલા અન્ય આરોપીઓએ અન્ય જીલ્લામાં આચરેલી લાખો રૂપિયાની લુંટના ગુના પણ કબુલ કર્યા છે. બુકાનીધારી શખ્સોએ માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પણ દક્ષિણ ગુજરાત અને સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ લુંટ કરી ત્રાસ મચાવ્યો હતો. છ માસ પૂર્વે ખેડબ્રહ્મામાં આંગડિયા કર્મચારીને ગોળી મારી તથા છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીને લુંટ કરાઈ હતી તેનો આરોપી થોડા સમય પહેલા વડોદરા પોલીસના હાથે ઝડપાયો હતો જેને ટ્રાન્સફર વોરંટથી હિંમતનગર લવાયા બાદ એક પછી એક તેના કારનામાનો પર્દાફાશ થયો છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કર્યા બાદ એ લોકોને રિમાન્ડ પર લેતા કડી, ડીસા તથા પાટડી ખાતે થયેલ કુલ ૭૨ લાખની લુંટના અનડીટેકટ ગુના ડિટેકટ થયા છે તો કડી ખાતે થયેલ ૪૪ લાખની લુંટમાં સંડોવાયેલા મહેસાણા જીલ્લાના અન્ય બે આરોપીને પણ સાબરકાંઠા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ લોકોએ ગેરકાયદેસર પિસ્તોલ વેચવાના પણ ધંધા કર્યા છે ત્યારે લુંટ, મર્ડર સહિત અનેક ગુનાને આ લોકોએ અંજામ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ હજુ બે ફરાર આરોપીઓને શોધી રહી છે.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

EWS આવાસ : કોમ્પોસ્ટ ખાતર માટેના મશીનો મુકાશે

aapnugujarat

ભાજપ નવેમ્બરના છેલ્લા સપ્તાહથી વધુ આક્રમક પ્રચાર શરૂ કરશે

aapnugujarat

ગ્રાંડ ભગવતી હોટલમાં પિઝામાંથી વંદો નીકળ્યો હોવાની ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1