Aapnu Gujarat
ગુજરાત

ભાજપ નવેમ્બરના છેલ્લા સપ્તાહથી વધુ આક્રમક પ્રચાર શરૂ કરશે

ગુજરાત વિધાનસભા ચુંટણીને લઇને તખ્તો ગોઠવાઇ ચુકયો છે અને ભાજપ અને કોંગ્રેસ આક્રમક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કોંગ્રેસને જોરદાર ટક્કર આપવા અને જીત મેળવવાના મક્કમ ઇરાદા સાથે ભાજપ હવે ઝંઝાવાતી પ્રચાર કરવાની મોટી તૈયારીમાં છે. ભાજપે પ્રચાર માટે હવે મોટી તૈયારી કરી છે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો ઉપર મતદાન યોજાનાર છે ત્યારે ભાજપે પ્રથમ તબક્કા માટે આક્રમક પ્રચારની નીતિ બનાવી છે. ભાજપે તમામ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવા તૈયારી કરી છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહથી આક્રમક પ્રચારની શરૂઆત થશે. એક દિવસના ત્રણ ત્રણ બેઠકો ઉપર ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૩૦થી વધુ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આક્રમક પ્રચાર કરશે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવને મોટી જવાબદારી કાર્યક્રમને લઇને મળી હોવાના અહેવાલ મળ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે ત્યારે ભાજપે હાલમાં જ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન કાર્યક્રમ હાથ ધર્યો હતો. ૭મી નવેમ્બરના દિવસે આની શરૂઆત થયા બાદ ૧૨મી નવેમ્બર એટલે કે આજે મહાસંપર્ક અભિયાન ચાલ્યા બાદ તેની પૂર્ણાહૂતિ થઇ હતી. આ મહાસંપર્ક અભિયાનમાં પણ ભાજપના તમામ સ્ટાર પ્રચારકો અને રાષ્ટ્રીય નેતાઓ આવ્યા હતા જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા, નિર્મલા સીતારામનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્યમંત્ર વિજય રૂપાણી પણ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં સતત સામેલ રહ્યા હતા. ભાજપના પ્રમુખ અમિત શાહે ૭મ નવેમ્બરના દિવસે આની શરૂઆત કરાવ ીહત ત્યારબાદથ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના ભાગરુપે ડોર ટુ ડોર જઇને લોકોને મળવાની પ્રક્રિયા શરૂ થઇ હતી આને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્રિકા મતદારોને અપાઈ હત.

Related posts

પ્રજાસત્તાક પરેડ : ઐતિહાસિક દાંડીયાત્રા વિષયક ટેબ્લો રહેશે

aapnugujarat

શિહોરી મામલતદાર કચેરી ખાતે એફપીએસ દુકાનદારો ની માસીક મિટિંગ યોજાઈ

aapnugujarat

હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1