Aapnu Gujarat
ગુજરાત

શિહોરી મામલતદાર કચેરી ખાતે એફપીએસ દુકાનદારો ની માસીક મિટિંગ યોજાઈ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરી હોલમાં આજ રોજ નાયબ મામલતદાર જગદીશભાઈ પરમાર ની ઉપસ્થિતિમાં કાંકરેજ દુકાનદારો ની હાજરીમાં માસીક મિટીંગ બોલાવામાં આવી હતી જેમાં નાયબ મામલતદારે જણાવ્યું હતું કે રેશનકાર્ડ ધારકોના બાકી રહી ગયેલાં આધારે લિંક કરાવવા સાથે ચુંટણી કાર્ડ લક્ષી જણાવ્યું હતું કે
સૌ મતદાર ભાઇઓ બહેનોને અપીલ કરવામાં આવે છે.કે આવતીકાલે ૧ સપટે્મ્બર થી મતદાર ચકાસણી કાર્યક્રમ (Elector Verification Programm) શરૂ થાય છે. જેમા મતદાર પોતાની તેમજ કુંટુબની અને તેમના મતદાન મથકની ખરાઇ કરી શકે છે. આ માટે મતદાર પોતે www.nvsp.in PORTAL નો ઉપયોગ કરી નીચેનામાંથી કોઇ એક પુુુુરાવો અપલોડ કરવાનો રહેશે.
૧. ભારતીય પાસપોર્ટ, ૨.ડ્રાઇવિંગ લાઇસન્સ, ૩.આધાર કાર્ડ, ૪.રેશનકાર્ડ, ૫. સરકારી ઓળખ કાર્ડ, ૬. બેંક પાસબુક, ૭. ખેડુત ઓળખકાર્ડ (ગમે તે એક). આ સિવાય મતદાર પોતાના નજીકના ૧. ગ્રામ પંંચાયતના ઓપરેટર /VCE, ૨. મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર, ૩. બીએલઓ (બુથ લેવલ ઓફિસર), ૪ VOTER HELP LINE APP ( GOOGEL PLAY STOR) DOWNLOAD કરી શકાશે, ૫ .૧૯૫૦ ટોલ ફ્રી નંંબર પર ઉપર જણાવેલ કોઇપણ જગ્યા એ થી મતદાર પોતાના ફોટો / પુુુુરાવા/મોબાઇલ નંબર આપી પોતાની ખરાઇ કરવા સર્વે મતદારોનેે જાણ કરવામાં આવે છે.

(તસવીર/અહેવાલ-મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત સ્થળ સલામતી છાવણીમાં ફેરવાયું

aapnugujarat

વાયબ્રન્ટ વેળા શંકાસ્પદ રીતે ઘૂસેલા આકીબની અટકાયત

aapnugujarat

તમાકુ મુક્ત અમદાવાદ જિલ્લો બનાવવા યલો લાઇન કેમ્પેઇનનો ગોરૈયાથી પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1