Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સુદાનમાં બ્રેડ માટે ખેલાયો લોહિયાળ સંઘર્ષ, ઠેર ઠેર લૂંટફાટ, ૧૯ લોકોના મોત

આફ્રિકાના દેશ સુદાનમાં બ્રેડના ભાવમાં થયેલા વધારાના પગલે લોકો સડક પર ઉતરી આવ્યા છે. હિંસક દેખાવ દરમિયાન ૧૯ લોકોનાં મોત થયા અને ૨૧૯ લોકો ઘાયલ થયા છે. લોકો સરકારની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા, આ દરમિયાન સુદાનની એન્ટી-રાયટ પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું.
સુદાન સરકારે જણાવ્યું કે મૃતકોમાં બે સુરક્ષાકર્મી પણ સામેલ છે. સરકારી પ્રવક્તા બોશરા જુમાએ ટીવી પર જણાવ્યું કે ઘટનાઓમાં બે સુરક્ષાકર્મીઓ સહિત ૧૯ લોકો માર્યા ગયા છે. ૨૧૯ લોકો ઘાયલ થયા છે.સરકારી પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના લોકોના મોત લૂંટ દરમિયાન થયા છે. દેશની રાજધાનીએ ખાતૂમમાં આ પ્રકારની ઘટનામાં કોઈ જ જાનહાની થઈ નથી. જ્યારે એમનેસ્ટી ઈંટરનેશનલનો દાવો છે કે આ સંઘર્ષમાં ૩૭ લોકોના મોત થયા છે.
આ વિરોધ પ્રદર્શનોને પત્રકારોનું પણ સમર્થન મળી રહ્યું છે. આ સમર્થનમાં પત્રકારો ૩ દિવસની હડતાળ પર ચાલ્યા ગયા છે. સૂડાની જર્નલિસ્ટ નેટવર્કે તેની જાહેરાત કરતા કહ્યું છે કે, અમે આ હિંસા વિરૂદ્ધ ૨૭ ડિસેમ્બરથી ૩ દિવસની હડતાળ પર જઈ રહ્યાં છીએ. એક પત્રકારની પુછપરછ માટે અટકાયત કરવામાં આવી છે જેને ટૂંકમાં જ છોડી દેવામાં આવી શકે છે.આફ્રિકાના દેશ સુદાન કે જ્યાં પહેલાથી અરાજકતા છે ત્યાં હવે ખાદ્ય સામગ્રીની કિંમતો આસમાને પહોંચી છે. લોકોને બ્રેડ ખરીદવા માટે પણ વલખા મારવા પડે છે. જેથી હવે આ રોજીંદી જરૂરિયાતની વસ્તુ એવી ખાવાની બ્રેડના ભાવ વધારાની લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પરિણામે સડકો પર લોહિયાળ ખેલ ખેલાવવાનું શરૂ થઈ ગયું છે. આ લોહિયાળ ખેલમાં ૧૯ લોકોના મોત થયા છે. જ્યારે ૨૧૯ જેટલા લોકો ઘાયલ થયા છે.પ્રદર્શનકારીઓ રાજધાની ખાતૂમ અને અન્ય શહેરોમાં પ્રદર્શનો કરી રહ્યાં છે. સુદાનમાં જ્યારથી વિરોધ-પ્રદર્શનો શરૂ થયા છે ત્યારથી સૂડાની કમ્યૂનિસ્ટ પાર્ટીના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

Related posts

WHO ने एस्ट्राजेनेका कोविड-19 वैक्सीन को दी मंजूरी

editor

Trump announces permanent ceasefire in Syria

aapnugujarat

સા.અરબનો પાક.ને ઝટકો : જમ્મુ-કાશ્મીરમાં ભારતની નીતિના ભરપેટ વખાણ કર્યા

editor

Leave a Comment

UA-96247877-1