Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓગસ્ટા કેસ : મિશેલની ડાયરીમાં ‘હાડકા વાળા કૂતરા’નો ઉલ્લેખ, સીબીઆઈ માટે કોયડો

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં સીબીઆઈ એક ‘હાડકું મેળવનાર કૂતરા’ને શોધી રહી છે. સૂત્રોના મતે વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલમાં કથિત મધ્યસ્થી કરનાર ક્રિશ્યન મિશેલ અને તેનો સાથી ગુઈડો હૈશ્કે સહિત અન્ય લોકોની વાતચીતમાં કૂતરો અને હાડકું એવા શબ્દોનો ઉલ્લેખ કરાયો છે. આ કોડવર્ડ હાલમાં સીબીઆઈ માટે એક કોયડારૂપ બની ગયો છે. હવે તપાસ એજન્સી ઓગસ્ટા વેસ્ટલેન્ડના વરિષ્ઠ અધિકારી (લિયોનાર્ડો), મિશેલ, હૈશ્કે અને કાર્લો ગેરોસા વચ્ચે ૮ ફેબ્રુઆરી ૨૦૦૮ના થયેલી વાતચીતને ડીકોડ કરવા મથામણ કરી રહી છે.આ વાતચીતમાં વીવીઆીપી ચોપર સોદામાં સીવીસી, ડિફેન્સ સચિવ, જોઈન્ટ સચિવ (એર)સ એરપોર્ટ મેન્ટેનન્સ કમાંડ અને હેલિકોપ્ટર્સની ઉડાન નીરિક્ષણ ટીમને બોર્ડ પર લાવવા અંગે વાત કરી રહ્યા છે. તપાસ એજન્સીને એક નોંધ મળી છે જે કથિત રીતે મિશેલે લખી છે. આ નોંધની શરૂઆતમાં ડીલ નક્કી કરવા માટે યોજાયેલી એક લંચ પાર્ટીનો ઉલ્લેખ કરાયો છે. તદ્દઉરાંત મિશેલ કથિત રીતે જીએચ (ગુઈડો હૈશકે)નો ગઈકાલના લન્ચ માટે આભાર વ્યક્ત કરે છે કે ‘કૂતરાને હાડકું ભાવ્યું છે’ સીબીઆઈ તેમજ ઈડીને આશંકા છે કે આ નોંધમાં ભારતને એ શખ્સનો ઉલ્લેખ છે જે આ કોન્ટ્રાક્ટને લઈને ડીલ કરી રહ્યો છે. એટલા માટે જ કોડમાં અથવા અશિષ્ટ ભાષામાં કૂતરો શબ્દનો ઉપયોગ કરાયો છે.હૈશ્કે પર આરોપ છે કે તેણે ઓગસ્ટા વેસ્ટલેન્ડ માટે ત્યાગી બંધુઓ (પૂર્વ એરફોર્સ ચીફ એસપી ત્યાગીના ભાઈ) દ્વારા લોબિંગ કરાવ્યું હતું. દરમિયાન મિશેલ પર ભારતમાં ૨૫ વખત લોબીંગ કરવાનો આરોપ છે. એજન્સીઓના મતે મિશેલ સ્વતંત્ર રીતે રાજકારણીઓ, અધિકારીઓ અને ડિફેન્સના વ્યક્તિઓના સંપર્કમાં હતો.
સૂત્રોન મતે નોંધમાં ઉલ્લેખ કરાયા મુજબ મિશેલને એ વાતની માહિતી હતી કે ફ્લાઈટનું નીરિક્ષણ કરનારી ટીમ અમેરિકાના સિકોર્સ્કી હેલિકોપ્ટર્સ અને ઓગસ્ટા માટે મોકલાઈ હતી અને ૧૪ ફેબ્રુઆરીના દિલ્હી પરત ફરવાની હતી. મિશેલે નોંધમાં લખ્યું હતું કે આગામી બે મહિના કપરા રહેશે અને હવે તેમના માટે અંતિમ તક હશે. હાથ વડે લખાયેલી આ નોંધમાં ઈટાલીની કોર્ટે તેના ચુકાદામાં ૮.૪ મિલિયન યુરોની લાંચના કેસમાં સીવીસી સહિત અન્યોનો ઉલ્લેખ કર્યો છે. મિશેલ દ્વારા કથિત રીતે લખાયેલી આ નોટમાં જણાવાયું છે કે જો આપણે મજબૂત કેસ રજૂ કરીએ છીએ અને સરકારનો સહયોગ છે તો તમામ મોટા કોન્ટ્રાક્ટ્‌સના નીતિ તૈયાર કરતી સીવીસી આપણને સ્વીકારશે. મિશેલે આ નોટમાં વધુમાં લખ્યું હતું કે એરફોર્સના મેન્ટેનન્સ કમાંડ આપણી સાથે ટેક્નિકલ અને મેન્ટેનન્સ બાબતો પર કામ કરવા તૈયાર છે, જ્યારે ડિફેન્સ સચિવ અને જોઈન્ટ સચિવ (એર)ને બોર્ડ પર લાવવા પડશે. મિશેલે એવું પણ ટાંક્યું હતું કે ફ્લાઈટ નીરિક્ષણ ટીમે પીટર હુલેટ (તે વખતે ઓગસ્ટા વેસ્ટલેન્ડ સેલ્સના રીજિયન હેડ)ને જણાવ્યું હુતં કે કોન્ટ્રાક્ટ મેળવવા માટે બસ પ્રશ્નોના સાચા અને સમયસર જવાબ આપવા જરૂરી છે.

Related posts

યુપીમાં ભાજપની સરકાર બાદ ૧૦ મહિનામાં એક હજાર એન્કાઉન્ટર, બે હજારથી વધુ આરોપીઓ જેલમાં

aapnugujarat

યુપીમાં છ પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા દાવ પર લાગી

aapnugujarat

2 Pak infiltrators from L-e-T killed and 1 of their injured associates fled back to PoK at Rajouri

editor

Leave a Comment

UA-96247877-1