Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં ભાજપની સરકાર બાદ ૧૦ મહિનામાં એક હજાર એન્કાઉન્ટર, બે હજારથી વધુ આરોપીઓ જેલમાં

યુપીમાં ભાજપની સરકાર બન્યા પછી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે છેલ્લા ૧૦ મહિનામાં એક હજાર એન્કાઉન્ટર કર્યા છે. આ સમય ગાળા દરમ્યાન બે હજારથી વધારે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.યુપીમાં સંગઠિત ગુના પર કાયદાકીય ગાળીયો કસવા માટે યોગી સરકારે તાજેતરમાં યુપી કોકા બિલને વિધાનસભામાં મંજૂરી મળી છે.
અગાઉ યોગી આદિત્યાનાથે જણાવ્યુ હતુ કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો યુપી છોડીને જતા રહે અથવા જેલમાં જવા તૈયાર રહે એક આંકડા પ્રમાણે યુપીમાં કુલ ૮૯૫ પોલીસ અને ગુનેગારો વચ્ચે અથડામણ થઈ છે.સૌથી વધારે ૩૫૮ અથડામણ માત્ર મેરઠ જિલ્લામાં થઈ છે.
આગ્રામાં ૧૭૫ અથડામણ થઈ છે. તો બરેલીમાં ૧૪૯ અથડામણ થઈ હતી. અથડામણ દરમ્યાન ૨૧૮૬ ગુનેગારોની ધરપકડ કરી છે.
યુપી પોલીસે ૧૦ મહિનામાં ૨૬ ખુંખાર ગુનેગારોને ઠાર માર્યા છે જેમાં સૌથી વધારે ૧૭ ગુનગારોને મેરઠમાં ઠાર મારવામાં આવ્યા છે.આ ઉપરાંત ગોરખપુર ઝોનમાં પોલીસે ૨૪ અને લખનઉમાં ૨૭ અને વારાણસી ઝોનમાં ૩૯ એકાઉન્ટર કર્યા છે. પોલીસે ૧૧૦ ગુનેગારો સામે રાસુકા લાગુ કર્યું છે. તો ૧૨૩ ગુનેગારોની સંપત્તી જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યુ છે કે યુપીની છબી સુધારવા માટે યોગી સરકાર પોલીસ તંત્રને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ સામે તમામ પ્રકારની કાર્યવાહી કરવાની છુટ આપી ચૂકી છે.

Related posts

Shiv Sena-NCP-Congress govt to complete 5 year term : Sharad Pawar

aapnugujarat

ટીડીપી-ભાજપ ટસલ : મોદીની ચંદ્રાબાબુ નાયડુ સાથે મંત્રણા

aapnugujarat

ઇન્ડો-કોરિયા સમિટમાં મોદી : ભારતને આધુનિક ઇકોનોમી બનાવવાનું મિશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1