Aapnu Gujarat
બિઝનેસ

દેવું ચૂકવવા માટે સંપત્તિ વેચી શકે છે ટાટા સ્ટીલ

ટાટા સ્ટીલ યૂરોપના થાયસનક્રપ યૂરોપ સાથે મર્જર પ્રસ્તાવને રદ્દ કર્યા બાદ ટાટા સન્સ અને ટાટા સ્ટીલને દેવું ઘટાડવા માટેની યોજના પર નવી રીતે કામ કરવું પડી શકે છે. કેટલાક મોટા અધિકારીઓએ જણાવ્યું કે ટાટા સ્ટીલનું દેવું ઘટાડવા માટે કેટલાક આંતરરાષ્ટ્રીય માર્કેટથી નિકાળવા સાથે ઘણી સંપત્તિ વેચવામાં આવી શકે છે.
આ પૈકી એકે જણાવ્યું કે ટાટા સ્ટીલ માટે તુરંત જ એક વિકલ્પ એ હોઈ શકે છે કે તે ગ્રુપની કંપની ટીસીએસના શેર વેચે. તે પહેલા પણ ટીસીએસના શેર વેચી ચૂકી છે. ટાટા સ્ટીલ પર એક લાખ કરોડ રુપિયાથી વધારેનું દેવું છે.માર્કેટ એનાલિસ્ટોનું માનીએ તો આને ઓછું કરવાને લઈને કંપની પાસે સીમિત વિકલ્પ છે અને તે આનાથી ચિંતિત છે.
કંપનીએ પોતાની બેલેન્સ શીટથી ૧૭,૫૦૦ કરોડ રુપિયાનું ઋણ ટીએસઈ-થાયસન ક્રપ જોઈન્ટ વેંચરને ટ્રાંસફર કરવાની યોજના બનાવી હતી, જે હવે પૂરી ન કરી શકાય.
તેમણે જણાવ્યું કે આનાથી ટાટા સ્ટીલના ગ્રોથ પ્લાન પર પણ ખરાબ અસર પડી શકે છે.પ્રાપ્ત વિગતો અનુસાર બે વર્ષ પહેલા કંપની રાઈટ્‌સ ઈશ્યુને લઈને આવી હતી. મુશ્કેલીમાં પડ્યા બાદ તે ફરીથી આવો ઈશ્યુ લાવી શકે છે. ટાટા સ્ટીલના શેર અત્યારે ૪૮૭ રુપિયા પર ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે બે વર્ષ પહેલા રાઈટ્‌સ ઈશ્યૂ ૫૧૦ રુપિયા પ્રતિ શેર પર લગાવવામાં આવ્યા હતા. કંપનીએ ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૧૮માં પાર્શિયલી પેડ શેર ૬૧૫ રુપિયાના ભાવ પર ઈશ્યુ કર્યા હતા. ત્યારબાદ ટાટા સ્ટીલનો સ્ટોક ૭૨૦ રુપિયા સુધી ગયો હતો. જો ફરીથી રાઈટ્‌સ ઈશ્યુ લાવવામાં આવે છે તો ઈશ્યુમાં પાર્ટિસિપેટ કરનારા માઈનોરિટી શેરહોલ્ડર્સ નારાજ થશે.

Related posts

જેટ સામે સંકટ : ૪૧ વિમાન ઓપરેશનમાં

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

TCS को मिला रिजर्व बैंक के सीआईएमएस के लिए 310 करोड़ रुपए का ठेका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1