Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીની એન્ટ્રી થશે

દેશભરમાં ચૂંટણીનો માહોલ ગુજી રહ્યો છે. ‘અબ કી બાર ૪૦૦ પાર’નો સિંહનાદ સાથે ભાજપ પ્રચારમાં તૂટી પડ્યું છે. દેશભરમાં પીએમ મોદીની સભાઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં તેમની સભાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે આ આતુરતાનો અંત આવી ગયો છે. હવે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીની એન્ટ્રી થશે. પીએમ હવે ગુજરાતના ચૂંટણીમાં જલ્દી જ પ્રચાર કરવા આવશે. ગુજરાતની ચૂંટણીમાં હાલ એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. એ છે રૂપાલા. રૂપાલાને કારણે ભાજપ વિરોધી જ્વાળા ભડકી છે. આ વિરોધમાં હવે પીએમ મોદીની એન્ટ્રી થશે. રાજકોટ વિવાદ વચ્ચે ૨૨ તારીખે સભા સંબોધી પ્રચારના શ્રીગણેશ કરાવશે. હવે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરશે. ગુજરાતમાં ૪ ઝોન પ્રમાણે પીએમની ૧૦ થી વધુ સભાઓ થશે. એક દિવસ માં ૨ સભા નો સાથે સાંજે રોડ શો યોજવામાં આવશે. ગુજરાતના ચાર ઝોન એટલે કે, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીના ગુજરાતમાં પ્રચારની એન્ટ્રીથી રૂપાલા વિવાદ શાંત થાય તેવું લાગી રહ્યું છે. ભાજપ હંમેશા એવુ કહે છે કે, મોદીના નામે વોટ મળે છે. ત્યારે હાલ ગુજરાતમાં રૂપાલા વિવાદની આગ પીએમ મોદીના આગમન બાદ આપોઆપ શાંત થઈ શકે છે. બાકી રાજ્યોમાં જેમ પીએમનો પ્રચાર ચાલી રહ્યો છે એજ રીતે ગુજરાતમાં પણ પ્રચાર કરાશે. પ્રથમ ચરણના મતદાન બાદ પીએમ સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારકો ગુજરાત આવશે. તમામ કેન્દ્રિયો મંત્રીની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપ ના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પણ જંગી જનસભા, રોડ શો, નુક્કડ સભા, ડોર ટુ ડોર પ્રચાર કરતાં દેખાશે.
હાલ ગુજરાતના નેતાઓ પર દરેક બેઠક પર ૫ લાખ લીડથી જીતવાનું ટાર્ગેટ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સતત તમામ સંબોધનમાં આ ટકોર કરી રહ્યાં છે. તેમણે આજે પણ સંબોધનમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ ની વિધાસભા ચૂંટણીમાં કાર્યકર્તાઓની થોડીક આળસના કારણે ૧૮૨ બેઠકો વિધાનસભામાં ના જીતી શક્યા એનું મને દુઃખ છે. લોકસભા ચૂંટણીમાં સૌ સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરશે તેવી મને આશા છે. તમારા બુથમાં તમે કોઈ પણ ચૂંટાયેલા નેતાને કામ સોપજો બધાએ કામ કરવું પડશે. કોઈથી ડરતા નહિ તમારું ના મને તો મને ફોન કરજો. બુથ સમિતિની ૧૩ સભ્યોની મીટીંગ આવતીકાલે જ બોલાવવાની છે. પેજ કમિટીનું દેશમાં ગુજરાત મોડેલ છે. વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ. કોણ શું કહે છે એના પર ધ્યાન ન આપો, એની માનસિકતા સારી નહીં હોય. તમે માત્ર કામ કરવા પર ફોકસ કરો.

Related posts

दक्षिण पश्चिम मॉनसुन की आगेकुच आज भी जारी

aapnugujarat

અરવલ્લી : LCB પોલીસે શાકભાજીના ફેરિયા બની અડધા કરોડની ચોરી કરનાર ગેંગના સાગરીતને MP થી દબોચ્યો, GEB ના કર્મી પણ બની પોલીસ

aapnugujarat

પેસા એક્ટ હેઠળ રેતી-કાળો પત્થર વગેરે જેવી ખનીજના લીઝ માટેની હરાજીમાં હવે માત્ર આદિવાસીઓને જ ભાગ લેવાનો વિશેષ અધિકાર અપાયો છે :  નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા

aapnugujarat
UA-96247877-1