Aapnu Gujarat
ગુજરાત

પેસા એક્ટ હેઠળ રેતી-કાળો પત્થર વગેરે જેવી ખનીજના લીઝ માટેની હરાજીમાં હવે માત્ર આદિવાસીઓને જ ભાગ લેવાનો વિશેષ અધિકાર અપાયો છે :  નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ આજે નર્મદા જિલ્લાના ભાણદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતેથી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આજથી ત્રિદિવસીય માટે પ્રારંભાયેલી આદિજાતિ વિકાસ ગૌરવયાત્રાના રથને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાયોજના વહિદટદારશ્રી સી.બી. વસાવા, મહિલા અગ્રણી અને ડિરેક્ટર ડૉ. દર્શનાબેન દેશમુખ, બાળ સંરક્ષણ આયોગના ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી, તાલુકાના અગ્રણીશ્રી જયંતીભાઇ તડવી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.એન. પટેલ અને ગ્રામજનો પણ આ વિકાસ ગૌરવ યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં જોડાયાં હતા.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, આદિજાતિ કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે અને તેનો મહત્તમ લાભ લેતા થાય તે આ વિકાસ ગૌરવ યાત્રાનો હેતુ રહેલો છે. જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષાએ કાર્યરત સરકારી વહિવટીતંત્રના અધિકારીઓ/કર્મચારીઓને તેમની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવીને આદિજાતિ કલ્યાણની યોજના દરેક આદિવાસી લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌ કર્મયોગીઓને હ્રદયપૂર્વકની અપીલ કરી હતી. નર્મદા જિલ્લામાં લોકપ્રતિનિધિશ્રીઓ / પદાધિકારીશ્રીઓનો વહિવટીતંત્રને પૂરતો સહયોગ મળી રહ્યોં છે અને પ્રજાની જરૂરિયાત સમયસર વહિવટીતંત્ર સુધી પહોંચાડીને કડીરૂપ ભૂમિકા ભજવી રહ્યાં છે, આમ છતાં જો કોઇ ત્રૂતિઓ જણાય તો વહિવટીતંત્રના ધ્યાને લાવવા તેમણે ભારપૂર્વક ઉમેર્યુ હતું.

રાજ્ય સરકારે પેસા એક્ટ હેઠળ આદિવાસી લોકોને ખાસ સુવિધાઓ અને ખાસ લાભોના અમલીકરણ માટેના નિયમો બનાવીને ગત જાન્યુઆરી-૨૦૧૭ માં છોટાઉદેપુર ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ આ નિયમોનો અમલ જાહેર કરેલ છે. આદિવાસી વિસ્તારનાં થયેલા વિકાસ કામો જ સ્વયં વિકાસના સાક્ષી છે. આદિવાસી વિસ્તારમાં ગૌણ વન પેદાશ એકત્ર કરીને અત્યાર સુધી વન વિકાસ નિગમને આપતાં હતાં. પરંતુ પેસા એક્ટ હેઠળ હવે આદિવાસી સમાજ ગૌણ વન  પેદાશની વધુ ઉપજ મળે તે માટે પોતાના જિલ્લા કે રાજ્ય બહાર તેના વેચાણની સ્વતંત્રતા આપતી અગત્યની જોગવાઇ પણ કરાઇ છે.

જિલ્લા કલેક્ટરશ્રી નિનામાએ વધુમાં આદિવાસી પૂર્વ પટ્ટીમાં આવેલી ખનીજોનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, રેતી  અને કાળો પથ્થર નિકળે છે, તેમાં સરકારશ્રીએ હવે જે તે વિસ્તારના આદિવાસીઓને જ તેની લીઝ આપવાનું નક્કી કર્યું છે અને આદિવાસી સમાજના લોકો તેની હરાજીમાં ભાગ લઇ શકશે. એટલે આદિવાસી સમાજ નોકરી, ખેતી સિવાય હવે ઉદ્યોગ ધંધો કરી શકે તેવું વાતાવરણ ઉભુ કર્યું છે, ત્યારે સરકારશ્રીની આ બાબતો લોકો સુધી, પોતાના સગા-સંબંધીઓ સુધી પહોંચાડી તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે જોવાની હિમાયત કરી આદિજાતિ વિકાસ ગૌરવયાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે પ્રાયોજના વહિવટદારશ્રી સી.બી. વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ટ્રાયબલ સબ પ્લાન હેઠળ શિક્ષણ, આરોગ્ય, આવાસ, સ્વરોજગાર, વ્યવસાય, કૃષિ-સિંચાઇ, પશુપાલન-મત્સ્યોદ્યોગ વિકાસ, માર્ગ સુવિધા, પાણી પુરવઠા, સમાજ કલ્યાણ વગેરે જેવી સર્વાગીંણ બાબતોના વિકાસ માટેની યોજનાઓના અમલ થકી આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે, ત્યારે હજીપણ પોતાના ગામમાં જો કોઇ સુવિધા ઉપલબ્ધ કરાવવી હોય તો ગ્રામજનોના સહિયારા આયોજન થકી આ દિશામાં જરૂરી સૂચન-રજૂઆતના માધ્યમથી ખૂટતી સુવિધાઓની ઉપલબ્ધિ માટે પૂરતી કાળજી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લામાં આદિજાતિ કલ્યાણ માટે દર વર્ષે રૂા. ૪૦ થી રૂા. ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરાતો હોવાની પણ તેમણે જાણકારી આપી હતી.

આ પ્રસંગે મહિલા અગ્રણી અને ડિરેક્ટરશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી ભારતીબેન તડવીએ પણ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાઓની જાણકારી મેળવીને તેનો મહત્તમ લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અગ્રણીશ્રી જયંતીભાઇ તડવી, તાલુકા પંચાયત – ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રી, ગામ આગેવાનો, ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી સહિત શાળા પરિવાર, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.એન. પટેલે આભારદર્શન કર્યું હતું.

Related posts

बैंक को जानकारी दी रुपये नहीं निकले : शिकायत दर्ज

aapnugujarat

વર્તમાન વર્ષમાં ડિસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન ધ્વારા વડોદરા જિલ્લાના ખનીજક્ષેત્ર અસરગ્રસ્ત ગામોમાં અંદાજે ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કામોનું આયોજન થશે

aapnugujarat

ગોંડલીયા મરચાના ભાવમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1