Aapnu Gujarat
ગુજરાત

વર્તમાન વર્ષમાં ડિસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન ધ્વારા વડોદરા જિલ્લાના ખનીજક્ષેત્ર અસરગ્રસ્ત ગામોમાં અંદાજે ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કામોનું આયોજન થશે

વડોદરા જિલ્લામાં ખનીજક્ષેત્ર અસરગ્રસ્ત એટલે કે ખાણકામ પ્રવૃત્તિથી પ્રભાવિત ૪૮ જેટલાં ગામો છે. હવે પ્રધાનમંત્રી ખાણ ખનીજક્ષેત્ર યોજના (P M  K K Y) હેઠળ આ ગામોને, સંબંધિત ખનીજો ધ્વારા જિલ્લાને થતી રોયલ્ટીની આવકના ૧૦% જેટલુ ભંડોળ સ્થાનિક વિકાસ માટે જરૂરી વિકાસ કામોના આયોજન માટે ઉપલબ્ધ થશે. યોજના હેઠળ તેના અમલીકરણ માટે વડોદરા સહિત રાજ્યના ખનીજ સંપદા ધરાવતા જિલ્લાઓમાં, સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓના અધ્યક્ષપદે ડિસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન્સ કાર્યરત કરવામાં આવ્યા છે.

ડીએમએફ, વડોદરાના સદસ્ય સચિવ અને જિલ્લા આયોજન અધિકારીશ્રી રાવલના જણાવ્યા અનુસાર વર્તમાન વર્ષમાં જિલ્લાના ખનીજક્ષેત્ર અસરગ્રસ્ત ૪૮ જેટલા ગામોમાં ડીએમએફના ભંડોળની મદદથી અંદાજે રૂ. ૩ કરોડના વિકાસકામોનું આયોજન થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પહેલી જ વાર આ ભંડોળ માંથી ઉપરોક્ત ગામો માટે બે કરોડ રૂપિયાના વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સરકારના ખજાનામાં જમા થતી ખાણકામ રોયલ્ટીની આવકમાંથી ખનીજ પ્રવૃત્તિ પ્રભાવિત ગામોને વિકાસનો લાભ આપવાના આશય સાથે ડીએમએફ કાર્યરત કરવામાં આવ્યા છે. એક વધુ પહેલના રૂપમાં ડીએમએફ, વડોદરાએ કુબેરભવના આઠમા માળે ડીએમએફની સ્વતંત્ર કચેરી કાર્યરત કરી છે. ગુજરાતમાં વડોદરા સિવાય અન્ય કોઇ જિલ્લામાં ડીએમએફની સ્વતંત્ર કચેરી શરૂ કરવામાં આવી નથી.

ભૂસ્તરશાસ્ત્રી એમ.એચ.શેખના જણાવ્યા પ્રમાણે વડોદરા જિલ્લામાંથી મળતી ખનીજ સંપદામાં રેતી, ગ્રેવલ, બ્લેકટ્રેપ, માટી, ઇંટમાટી અને હાર્ડમુરમનો સમાવેશ થાય છે. પીએમકેકેવાય હેઠળ ખનીજ પ્રવૃત્તિવાળા ગામોને રોયલ્ટીની વાર્ષિક આવકના દશ ટકા જેટલું ભંડોળ વિકાસ માટે ફાળવવાની યોજનાથી વિસ્તારના વિકાસની નવી દિશા ખુલી છે.

ઉલ્લેખનીય છે કે ડીએમએફ ભંડોળમાંથી ખનીજ પ્રવૃત્તિ અસરગ્રસ્તક્ષેત્રના ગામોમાં પીવાનું પાણી, આરોગ્ય, પર્યાવરણ જાળવણી, આંતર માળખાકીય સુવિધાઓ, શિક્ષણ સહિત ખૂટતી કડી જેવા વિકાસ કામોના સ્થાનિક જરૂરીયાત પ્રમાણે આયોજનની સરળતા થઇ છે.

Related posts

સુરતમાં ઘરઘાટી પ્રથમ દિવસે લાખોના દાગીના લઇ પલાયન

aapnugujarat

૨૪ ડિસેમ્બરે નર્મદા જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

aapnugujarat

થલેતજમાં પાંચ વર્ષની બાળકી સાથે સગીર દ્વારા જાતીય છેડતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1