Aapnu Gujarat
ગુજરાત

૨૪ ડિસેમ્બરે નર્મદા જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

નર્મદા જિલ્લાના પ્રજાજનોની પોલીસને લગતી ફરીયાદોના નિવારણ માટેનો કાર્યક્રમ આગામી તા. ૨૪ મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સવારે ૧૧ કલાકે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાશે. પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરિયાદો તા.૨૦/૧૨/૨૦૧૯ સુધીમાં નિયત નમુનામાં જિલ્લા પોલીસ અધિક્ષક નર્મદા-રાજપીપળાને અરજી કરવાની રહેશે. અરજીમાં નામ, પુરૂ સરનામુ અને ટેલીફોન, મોબાઇલ નંબર લખવાનો રહેશે.
પોલીસ ખાતાને લગતા પ્રશ્નોની અરજદારે જે કંઇ રજુઆત કરી હોય અને કોઇ પ્રત્યુતર ન મળ્યો હોય તો તેની રજુઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજુઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. અરજી ઉપર “પોલીસને લગતા જીલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ રીતે લખવાનુ રહેશે.
તા.૨૪/૧૨/૨૦૧૯ રોજ સવારે ૧૧ કલાકે જેમણે જવાબો રજુ કરવાના છે, તેવા પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓને તથા અરજદારોને પોતાના પ્રશ્નોના આધાર પુરાવા સહિત નર્મદા જિલ્લા પાલીસ અધિક્ષકની કચેરી, રાજપીપલા ખાતે હાજર રહેવા જણાવાયુ છે.
(અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

કમોસમી વરસાદથી જગતનો તાત બેહાલ, ડાંગર-એરંડાનાં પાકને નુકસાન

aapnugujarat

સુરત ગુરૂકુળમાં સ્વામી દ્વારા અડપલાથી સનસનાટી

aapnugujarat

હાંસોલ વિસ્તારમાં પુત્રીની ફી ભરવા પહોંચેલા પિતાએ ૮૦ હજાર ગુમાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1