Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળાની વિદ્યાર્થીનીને અભયમ હેલ્પ લાઈને ઘરે પહોંચાડી

રાજપીપળા નજીકની એક આશ્રમ શાળામાં રહી નજીકની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શિક્ષકની બીકે શાળા છોડી પગપાળા રાજપીપળા જકાતનાકા તરફ ચાલી નીકળી હતી ત્યાં બેસી રડતી જોઈ કોઈકે અભયમ મહિલા હેલ્પ લાઈનનો સંપર્ક કરી તેને ઘરે પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા નજીક આશ્રમ શાળામાં રહી નજીકની શાળા માં ધોરણ ૭ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની એ ગતરોજ શાળામાં એક બદામના ઝાડ ઉપર પથ્થર ફેંકતી જોઈ શિક્ષકે તેને ધમકાવતા તે ડરી ગઇ હતી અને ચુપચાપ શાળામાંથી પોતાના ઘરે નીકળી ગઇ પરંતુ ઘરે ન જઈ નજીકના જકાત નાકા પાસે બેસી રડતી હોય કોઈક ત્રાહિત વ્યક્તિએ તેને જોતા જ ૧૮૧અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરતા હેલ્પ લાઈન ટીમ તત્કાલ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે શિક્ષકે ધમકાવતા તે ડરમાં મારી ત્યાં જતી રહી અને ઘરે જવા જણાવેલ તેથી હેલ્પ લાઈન ટીમે તેને સમજાવી પોતાના પરિવાર પાસે પહોંચાડી હતી ત્યારબાદ અભયમ ટીમે શાળાના આચાર્ય અને તેના વાલીને મળી બાળકો સાથે સખ્તાઈ ન રાખી તેઓને હૂંફ આપવી જોઈએ, દરેક માતા પિતા અને શિક્ષકોએ બાળ માનસને અનુરૂપ વાતાવરણ પુરુ પાડવાની સમજ આપી હતી.
(અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

अनुच्छेद ३७० के प्रावधान हटाना साहसिक निर्णय : रुपाणी

aapnugujarat

वस्त्राल में छलांग लगाकर विवाहिता युवती की आत्महत्या

aapnugujarat

अहमदाबाद सीविल में दोनों कीडनी फेइल मरीज को उपचार के बिना निकाल दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1