Aapnu Gujarat
ગુજરાત

વેરાવળ પરજીયા પટણી સોની સમાજ દ્વારા બે દિવસીય કાર્યક્રમ યોજાયો

વેરાવળ ખાતે પરજીયા પટણી સોની સમાજ દ્વારા સમાજની વાડીના નવનિર્માણ તેમજ સત્કાર સમારોહ સાથે નવચંડી યજ્ઞનું ભવ્ય બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ ખાતે શહેરની મધ્યમાં આવેલી પરજીયા પટણી સોની સમાજની વાડીના નવનિર્માણ પ્રસંગે બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત સંધ્યા , નવચંડી યજ્ઞ, સત્કાર સમારોહ સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડ, સોની સમાજના બહેરીન, દુબઇ, શારજહા સહિત દેશભરમાંથી સોની સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. સમાજની નવી વાડીના નવનિર્માણ કરી સર્વ સમાજને ઉપયોગી થઇ શકે તેવા હેતુથી નવનિયુક્ત પ્રમુખ પિયુષ સાગર તથા તેમના સભ્યો દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. પિયુષ સાગર ( પ્રમુખ, પરજીયા પટણી સોની સમાજ, વેરાવળના જણાવ્યા મુજબ વેરાવળમાં આવેલ પરજીયા પટણી સોની સમાજની નવનિર્માણ કરેલ વાડીમાં નવચંડી યજ્ઞનું આયોજનમાં દાતાઓ સજોડે જોડાયા હતા.
આ પ્રસંગે ગોલ્ડ એન્ડ સિલ્વર એસો.ના પ્રમુખ ગિરીશ પટ્ટ, પ્રદિપ ચોકસી, મહેન્દ્ર ધકાણ, બ્રીજેશ પટ્ટ, વિકાસ ધકાણ, સુખાભાઇ તેમજ દેશ – વિદેશથી સોની સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સમાજમાં વર્ષો પછી વિકાસનાં કામો ને વેગ મળતા નવનિયુક્ત પ્રમુખ પિયુષ સાગર તથા તેમના સભ્યોને સૌ કોઇએ આવકાર્યા હતાં.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

રેલવે સ્ટેશન કે ટ્રેનમાં ગંદકી દેખાય તો વોટ્‌સઅપ દ્વારા ફરિયાદ કરી શકાશે

aapnugujarat

૨૭ મી એ અંકલેશ્વર ખાતે નર્મદા-ભરૂચ જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાશે 

aapnugujarat

અમદાવાદમાં પણ વધ્યા કંજંક્ટિવાઈટિસના કેસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1