Aapnu Gujarat
ગુજરાત

ગોંડલીયા મરચાના ભાવમાં વધારો

ગોંડલ શહેર તીખા મરચા માટે થઈને ગુજરાતભરમાં જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને આકર્ષી રહ્યું છે. જોકે આ વખતે આ મરચાની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે. કારણ કે, આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં મોટો વધારો થયો છે. એક મણે આશરે ૧,૦૦૦થી ૧,૫૦૦ રૂપિયા સુધીનો ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે. એક તરફ મરચાનો અભાવ વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને ખુશી અપાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૨૦ કિલો મરચાના ભાવ ૨,૫૦૦થી ૩,૦૦૦ રૂપિયા સુધી મળતા હતા. જ્યારે આ વર્ષે ૨૦ કિલો મરચાના ભાવ ૩,૫૦૦થી ૪,૦૦૦ રૂપિયા સુધી મળી રહ્યા છે. જેથી હવે લાલ મરચાંને દડાવીને બનાવતી લાલ ચટણીના ભાવમાં પણ વધારો સામાન્ય રીતે તીખું ખાવાના શોખીન લોકો ગોંડલ પંથકમાં ઉત્પન્ન થતા લાલ મરચાની ચટણી ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. આ મરચાની તીખાશ વધુ હોય છે. જેથી લોકો તેને વધુ પસંદ કરતા હોય છે.
યાર્ડના ચેરમેને કહ્યું હતું કે, ‘આ વખતે સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે, ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે તેમજ પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે. જેથી આ મરચાંના ભાવ મળી રહ્યા છે. હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું સાનિયા મરચું અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે.
ગોંડલમાં રાજ્યના તેમજ રાજ્ય બહારના વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે. કારણ કે, ગુજરાત રાજ્ય સહિત ઘણા રાજ્યના લોકોને તીખું ખાવાનો શોખ હોય છે. જેથી તેઓ ગોંડલના મરચાને વધારે પસંદ કરતા હોય છે. જ્યારે અત્યારે મળતી સમાચાર પ્રમાણે ગોંડલના મરચાનો ભાવ વધી ગયો છે. જેથી તીખું ખાવાના શોખીન લોકોને હવે વધારે પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે

Related posts

વડોદરામાં પુત્રએ માતાની હત્યા કરી

aapnugujarat

નિષ્ફળતાઓ પર પરદો નાંખવા ભાજપા સેનાનો ઉપયોગ કરી રહી છે : એહમદ પટેલ

aapnugujarat

આવતીકાલે ભાવનગરથી નવી ફ્લાઇટ સેવાનો શુભારંભ

editor

Leave a Comment

UA-96247877-1