Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં હવે પેપર લીક કરશો તો મોટી કાર્યવાહી થશે : ઋષિકેશ પટેલ

ગુજરાતમાં સરકારી પરીક્ષાના પેપર ફૂટવા કોઈ મોટી વાત નથી. તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના ચારેબાજુ પડઘા પડી રહ્યા છે, ત્યારે પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે. હવે ગુજરાતમાં પેપર લીક કરશો તો મોટી કાર્યવાહી થશે, એટલે કે નવા કાયદાને લઈને ઋષિકેશ પટેલે મોટી જાહેરાત કરી છે.
પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ખબર પડતાની સાથે જ ગુજરાત છ્‌જીએ કામગીરી હાથ ધરી હતી અને શંકાસ્પદ ૧૫ લોકોની ધરપકડ કરી લીધી હતી. કોઈની સાથે પણ અન્યાય ના થાય તે માટે પરીક્ષા રદ કરાઈ હતી. ત્રણ-ચાર મહિનાથી કાયદો બનાવવા તજવીજ ચાલુ છે. આ વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવશે. એટલું જ નહીં, જૂનિયર ક્લર્કનું પેપર ફોડનાર આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની કાયદામાં જોગવાઈ કરાશે.મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારો સહિત વાલીઓ રોષે ભરાયા હતા અને માંગ કરી રહ્યા હતા કે આ અંગે કડક કાયદો બનાવવામાં આવે જેથી કોઈ પેપર લીક કરવાની હિંમત ન કરે. હવે આ વાતને લઈને રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, છેલ્લા ૩- ૪ મહિનાથી કડક કાયદો બનાવવાની કવાયત ચાલુ છે. વિધાનસભામાં કડક સજાવાળો કાયદો ઘડવામાં આવશે. જે પરીક્ષાઓ અટકી છે તે પરીક્ષાની તારીખો ઝડપથી જાહેર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, નવા કાયદામાં કડક જોગવાઈ હશે. પેપર જ્યાં છપાશે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે તે તમામ લોકોની જવાબદારી બનશે. આવનાર બજેટ સત્રમાં જ પેપરલીક મામલે ગુજરાત સરકાર નવો કાયદો લાવશે.

Related posts

એક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનારી યુવતીનું થયેલું રહસ્યમય મોત

aapnugujarat

ગુજરાત રાજકારણમાં હડકંપ : પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી

editor

પાનેલી મોટી સ્ટેશન પર ટિકિટ રિઝર્વેશન સુવિધા ફરી શરૂ

editor

Leave a Comment

UA-96247877-1