Aapnu Gujarat
રમતગમત

રોહિત શર્મા-કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી

ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ૨૦૨૪માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, હવે અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની ટી૨૦ માટે ટીમની પસંદગી કરતા પહેલા મંથન કરવું પડશે. આ બંને ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ટી૨૦ વર્લ્ડ કપ૨૦૨૪નો ભાગ બનવા માંગે છે.
હાલ બે પસંદગીકાર શિવ સુંદર દાસ અને સલિલ અંકોલા સાઉથ આફ્રિકામાં છે, જયારે કેપ ટાઉનના ન્યુલેન્ડ્‌સમાં રમાનાર બીજી ટેસ્ટ દરમિયાન અધ્યક્ષ અજીત અગરકર પણ તેમની સાથે જોડાશે.
રોહિત અને કોહલીએ ૧૦ નવેમ્બર,૨૦૨૨ના રોજ એડીલેડમાં ઇંગ્લેન્ડ સામે ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ બાદ ભારત માટે એક પણ ટી૨૦ મેચ રમી નથી. આવી સ્થિતિમાં એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે કે અગરકર અફઘાનિસ્તાન સામે રમાનાર ટી૨૦ સીરિઝ માટે ટીમનું એલાન કરતા પહેલા ભારતીયટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની ઉપરાંત રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે વાતચીત કરશે. હવે જોવાનું એ રહે છે કે અગરકર અને અન્ય પસંદગીકારો અફઘાનિસ્તાન સામે મોહાલીમાં ૧૧ જાન્યુઆરીથી શરૂ થનારી ટી૨૦ સીરિઝ માટે રોહિત અને કોહલી બંનેની પસંદગી કરશે કે પછી આઈપીએલદરમિયાન તેમના ફોર્મ અને ફિટનેસના આધારે સીધો જ તેમને ટીમમાં સામેલ કરશે.
વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં યોજાનાર આઈસીસીટી૨૦ વર્લ્ડ કપ૨૦૨૪ પહેલા આઈપીએલમાં લગભગ ૩૦ ટી૨૦ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને મોનિટર કરવામાં આવશે. આવી સ્થિતિમાં એવી સંભાવના છે કે આઈપીએલના બે મહિના દરમિયાન ઓછામાં ઓછા ૨૫થી ૩૦ ખેલાડીઓને પસંદ કરવામાં આવશે અને તેમનાં પ્રદર્શનને મોનિટર કરવામાં આવશે. આઈપીએલ ૨૦૨૪ દરમિયાન ઈજા કે ફિટનેસની સમસ્યા થઇ શકે છે અને પસંદગી સમિતિને પ્રત્યેક સ્લોટ માટે બે ખેલાડીઓની જરૂર પડશે, જેથી લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ તૈયાર થઇ શકે.
બીસીસીઆઈ એક સૂત્રે જણાવ્યું કે, ‘સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ફિટ નથી. આઈપીએલના પહેલા મહિનાના પરફોર્મન્સના આધારે ભારતીય ટીમ નક્કી કરવામાં આવશે, અફઘાનિસ્તાન સીરિઝથી વધુ કંઈ નક્કી કરવામાં આવશે નહીં. બીસીસીઆઈક્યારેય કોઈ ફ્રેન્ચાઈઝીને સ્ટાર ખેલાડીના વર્કલોડ મેનેજમેન્ટને મેનેજ કરવા માટે કહી શકે નહીં, સિવાય કે તે ઈજા સંબંધિત મામલો હોય.’

Related posts

આ મારો છેલ્લો ઓસી.પ્રવાસ,મેદાન પર આક્રમક નહીં થાઉ : કોહલી

aapnugujarat

सचिन का वर्ल्ड रिकॉर्ड तोड़ने से सिर्फ 8 शतक दूर हैं विराट

aapnugujarat

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રાજકોટ ખાતે જંગ થશે

aapnugujarat
UA-96247877-1