Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપે રીલીઝ કર્યુ ‘નમો’ની રાષ્ટ્ર લાગણીને પ્રતિબિંબિત કરતું ગીત

લોકસભા ચૂંટણી ખૂબ જ નજીકમાં છે, ત્યારે ભાજપે તેનું થીમ સોન્ગ રીલીઝ કર્યુ છે.ભાજપે રીલીઝ કરેલા આ ગીતમાં સમગ્ર રાષ્ટ્રની લાગણી પ્રતિબિંબિત થતી જોવા મળી રહી છે.
આ ગીતમાં દેશના દરેક ખૂણેથી, વિવિધ પૃષ્ઠભૂમિના લોકો, દરેક ભાષામાં બોલતા એકસાથે એક વાત કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા સપના ઉડાન ભરી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને ભાજપે રીલીઝ કરેલા આ ગીતને ૧૨ અલગ-અલગ ભાષાઓમાં ગાવામાં આવ્યું છે અને રાષ્ટ્રની એકતાને દર્શાવવામાં આવી છે. વિવિધતામાં કેવી રીતે ભારતમાં એકતા છે તે જોવા મળી રહ્યુ છે. આ ગીતમાં અંતે હજારો લોકો પીએમ નરેન્દ્ર મોદીની એકીકૃત શક્તિનું પ્રતિનિધિત્વ કરતું એક વિશાળ કોલાજ બનાવવા માટે ભેગા થતા જોવા મળે છે.
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા આ ગીતના વીડિયોમાં એ વાતને રેખાંકિત કરવામાં આવી છે કે કેવી રીતે વડાપ્રધાન મોદીએ તેમના વચનો અને લોકોના સપના પૂરા કર્યા છે.
આ પહેલા જાન્યુઆરી મહિનામાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મ્ત્નઁએ ચૂંટણી પ્રચાર માટે એક થીમ સોંગ રિલીઝ કર્યું હતું. જેમાં પણ ગીતની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે સપના નહીં હકીકત વણીએ છીએ,તેથી જ મોદીને પસંદ કરીએ છીએ’
આ ગીતમાં એવુ દર્શાવવામાં આવ્યુ છે કે વર્ષોથી દેશના હાલ બેહાલ હતા અને વિકાસ ધીમો પડી ગયો હતો, જે પછી દેશના લોકોએ મત આપીને નમો એટલે કે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા. જે પછી નરેન્દ્ર મોદીએ પણ જનતાને આપેલુ વચન પુરુ કર્યુ.ઉન્નત દેશના સપનાએ તે પછી ઉડાન ભરી અને જનહીતમાં હોય તેવો માર્ગ અપનાવીને આગળ વધતા રહ્યા.

Related posts

પાકિસ્તાને ૨૪ કલાકમાં મારી પલટી કહ્યું – દાઉદ અમારી જમીન પર નથી

editor

3 Madhya Pradesh cadre IPS officers in consideration zone for ADG post in CBI

aapnugujarat

અમરનાથમાં દર્શન કરનારની સંખ્યા ૨.૪૬ લાખથી વધુ

aapnugujarat
UA-96247877-1