Aapnu Gujarat
રાષ્ટ્રીય

રોડ એક્સીડેન્ટમાં ઘાયલોને મળશે ૧.૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર

જરા વિચારો, તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક તમે કોઈ ઘાયલ અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિને જોશો, જેની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ છે પરંતુ કોઈ તેની મદદ કરી રહ્યું નથી. જો તમે પણ મદદ કરવામાં સંકોચ અનુભવો છો, એ વિચારીને કે જો હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે, તો તમને જણાવી દઈએ કે સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને ૧.૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મફત આપે છે. આ સુવિધા તમને ક્યારેક ઉપયોગી થઈ શકે છે. ચાલો તેના વિશે જાણીએપ.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાજેતરમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. માર્ગ અકસ્માતમાં ઘાયલોને સમયસર સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે સરકારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારના મોટર વાહનથી ઘાયલ થયા પછી હોસ્પિટલ પહોંચે છે, તો આ પ્રોજેક્ટ હેઠળ તેને ૧.૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મફતમાં મળશે. આ યોજના હેઠળ, વ્યક્તિને વધુમાં વધુ ૭ દિવસ સુધી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે.
આ સારવાર પાછળ ખર્ચવામાં આવેલા પૈસા સરકાર સીધા હોસ્પિટલને ચૂકવશે. બસ આ માટે હોસ્પિટલોએ રિએમ્બર્સમેન્ટ બિલ રજૂ કરવા પડશે. જો કે, હાલમાં આ યોજના ચંદીગઢ સહિત દેશના કેટલાક ભાગોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહી છે. ટૂંક સમયમાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી શકે છે.
આ યોજના માટે સરકાર પાસે પૈસાની કમી નહીં હોય, કારણ કે આ ભંડોળ ’મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ’માંથી આપવામાં આવશે. આ યોજનાનો લાભ દરેક પ્રકારના માર્ગ અકસ્માતમાં મળશે જેમાં મોટર વાહન સામેલ છે. નેશનલ હેલ્થ ઓથોરિટી આ યોજનાને લાગુ કરવા માટે કામ કરશે. હાલમાં તે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેનો અમલ કરી રહી છે. આ યોજનાના અમલીકરણ માટે પોલીસ, હોસ્પિટલ અને રાજ્યની આરોગ્ય એજન્સીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે.

Related posts

વડાપ્રધાન પાક વીમા યોજનામાં ૧૭ ટકાનો ઘટાડો

aapnugujarat

ભાજપમાં તિરાડ પડી ચુકી છે, જીત અમારી જ થશે : ગેહલોત

editor

पाक ने संघर्षविराम का किया उल्लंघन, एक जवान शहीद

editor
UA-96247877-1