Aapnu Gujarat
ગુજરાત

કચ્છ, દ્વારકા, અમરેલી, સાબરકાંઠામાં કમોસમી વરસાદ

ગુજરાતમાં ઉનાળાનું તાપમાન સતત નવા રેકોર્ડ બનાવે છે ત્યારે આજે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે. ખાસ કરીને કચ્છ, સાબરકાંઠા, દ્વારકા અને અમરેલીના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે કેરી અને બીજા પાકોને નુકસાન થયું હોવાનો અંદાજ છે. હવામાન વિભાગે થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી હતી. કચ્છમાં આજે સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. ગઈકાલે પણ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. કચ્છ જિલ્લામાં રાપર અને અંજાર તાલુકામાં અમુક જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે સામત્રા, માનકુવા, દેશલપર, વાંઢ, કેરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા પડ્યા છે. કમોસમી વરસાદથી કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન પહોંચ્યુ છે.

અમરેલી જિલ્લામાં ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. દલખાણીયા, આંબાગાળા, પાણીયા, મીઠાપુરમાં આજે વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં પણ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનીની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત બે દિવસથી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડ્યો છે. રાજ્યમાં એક તરફ બાકીના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે. કેસર કેરી સહિતના પાકોને નુકસાન થશે તે નક્કી છે.

અમરેલીના ધારી અને ખાંભાની આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી, ગીર, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. તેવી જ રીતે કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ, સતાપર સહિતના ગામોમાં આજે પણ કમોસની વરસાદ પડ્યો છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં હજુ પણ સાઇકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે. આ સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સક્રિય થઈ છે. તેથી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે. જોકે, આ સિસ્ટમ ખતમ થતા જ તાપમાન ફરીથી વધી જશે અને ભયંકર ગરમીનો અનુભવ થવાનો છે. આવતીકાલે મધ્ય ગુજરાત, કચ્છ, ઉતર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રિમોન્સુન એકટીવિટી જોવા મળી શકે છે.

Related posts

कांकरिया क्षेत्र में व्यापारी के पास से लाखो के कपड़े खरीदकर छेतरपींडी

aapnugujarat

जिला फोरमों की रिक्त जगहों की भर्ती करने की कवायद

aapnugujarat

ગુજરાતના ૫ નેશનલ હાઈવે અને ૧૫૩ સ્ટેટ હાઈવે બંધ

aapnugujarat
UA-96247877-1