Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના ૫ નેશનલ હાઈવે અને ૧૫૩ સ્ટેટ હાઈવે બંધ

ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ અને પુરની સ્થિતિ બાદ પાંચ નેશનલ અને ૧૫૩ સ્ટેટ હાઈવે બંધ સ્થિતિમાં છે. આ ઉપરાંત પંચાયત હસ્તકના ૬૯૪ રસ્તાઓને બંધ રાખવામાં આવ્યા છે. વરસાદી પાણી ઉતરી ગયા બાદ રસ્તાઓને પુનઃ વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમા ંહાલમાં રસ્તાઓ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ખરાબ થયા છે. હાલમાં પુરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેને સૌથી વધારે નુકસાન થયું છે. ઘણી જગ્યાએ માર્ગ પર પુરના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. નવેસરની માહિતી મુજબ ગુજરાતના ૫ નેશનલ હાઈવે, ૧૫૩ સ્ટેટ હાઈવે, અન્ય માર્ગો તથા ૬૯૪ પંચાયત હસ્તકના રસ્તા બંધ રાખવામાં આવ્યા છે. વરસાદના પાણી ઓસરી ગયા બાદ વાહન વ્યવહાર પુર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટી ગયું છે ત્યાં ક્ષતિગ્રસ્ત માર્ગોને સુધારવાની કામગીરી થઇ ચુકી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે વાહન વ્યવહાર પર માઠી અસર થઇ છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠાને પણ અસર થઇ છે. કારણ કે, નેશનલ અને રાજ્ય હાઈવેને બંધ રાખવાની ફરજ પડી રહી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠાને અસર થતાં આગામી દિવસોમાં પણ તેની અસર દેખાશે. અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. હાલમાં ચોટીલા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના પંથકોમાં આભ ફાટયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના માળીયા મીયાણાં સહિતના પંથકોમાં પૂરની પરિસ્થિતિ બાદ રોડ, રસ્તા અને રેલ્વે ટ્રેકોનું રીતસરનું ધોવાણ થઇ ગયું છે. જેના કારણે આજે સતત બીજા દિવસે પણ એસટી બસ સેવા અને રેલ સેવા બહુ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી.

Related posts

बीसीआई एग्जाम में अहमदाबाद सेन्टर का परिणाम जारी हुआ

aapnugujarat

મોદી સરકાર દ્વારા ૯ થી ૧૧ જૂન યોજાશે મોદી ફેસ્ટ

aapnugujarat

છોટાઉદેપુર ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1