Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ હાઈએલર્ટ ઉપર

ગુજરાતમાં જળાશયોની સ્થિતિ પણ હવે ખુબ જ સાનુકુળ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં આવક વધી ગઈ છે જ્યારે કેટલાક જળાશયો ઓવરફ્લો થયા છે. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં વરસાદનું જોર ધીમુ થયું છે. રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ જળાશયો હાઈએલર્ટ ઉપર છે જ્યારે ૧૯ જળાશયો એલર્ટ પર છે જ્યારે ૧૫ જળાશયોને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૩ જળાશયોના પાણી સંગ્રહની ક્ષમતા ૧૫૭૭૦.૩૯ મિલિયન ક્યુબીક મીટર પૈકી હાલ ૮૦૨૧.૧૨ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે. એટલે કે ૫૦.૮૬ ટકા જેટલા જળાશાયો ભરાઈ ગયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૮.૫૩ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૯.૪૧ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયા છે તેમાં ધ્રોલી, મછાનલ, કબુતરી, ઉમરિયા, કાલી-૨, સાનાન્દ્રો, ફતેહગઢ, ગજાનસાર, મીત્તી, વડિયાનો સમાવેશ થાય છે. ધરોઇ સહિત કુલ ૧૯ જળાશયોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે તમામ જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જારી હોવાથી સ્થિતિમાં જળાશયોમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા છે.

Related posts

मंदी की बात सिर्फ हवा है, राज्य सरकार लोगों के लिए काम कर रही है : सीएम रूपानी

aapnugujarat

શ્રી રેવાકાંઠા ભાવસાર સમાજની વાર્ષિક સભા અને ૧૨મો શૈક્ષણિક પુરસ્કાર સમારોહ સંપન્ન

aapnugujarat

ગાંધીનગર: કર્મચારીઓને હેરાન નહી કરવાના,નોકરી માંથી છુટા નહી કરવા કર્મચારી દીઠ રૂ.5000 લેખે લાંચની માંગણી કરી,ACB ટ્રેપમાં લાંચ લેતા પકડાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1