Aapnu Gujarat
ગુજરાત

ધાનેરામાં ૯૦ ટકા વિસ્તારમાં વિજ પુરવઠો સ્થાપિત કરાયો

અતિવૃષ્ટિગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૧ના મોત થઇ ચુક્યાછે. મૃત્યુ પામેલા પશુઓના પણ ઝડપથી નિકાલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. ધાનેરા શહેરના ૮૦થી ૯૦ ટકા વિસ્તારોમાં વિજ પુરવઠો સ્થાપિત કરવામાં આવ્યો હોવાનો દાવો મહેસુલ મંત્રી ચુડાસમા દ્વારા કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૪૧ ટીમો કાર્યરત થયેલી છે. બનાસકાંઠા, પાટણ અને અન્ય વિસ્તારોમાં ૧૦૦થી ૧૨૫ ટેન્કરો મારફતે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યાં પાણી ઉતરી રહ્યા છે ત્યા આરોગ્ય માટે તબીબોની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. વિજળી, વાહન વ્યવહાર, અન્ન, આરોગ્ય અને પાણી પુરવઠાને લઇને યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. સ્વચ્છતા માટે પુરતો પ્રબંધ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

Related posts

Gujarat govt to launches Deendayal Clinics in slums of urban and semi-urban areas : Dy CM Patel

editor

 મતદાનના દિવસે અને મતદાનનાં એક દિવસ પૂર્વે રાજકીય પક્ષ / ઉમેદવાર દ્વારા જાહેરાત પ્રકાશિત કરતાં પહેલા નર્મદા જિલ્લાની MCMC કમીટીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી

aapnugujarat

એક શામ શહીદો કે નામના બોર્ડ ઉતારાતા અટકળો શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1