Aapnu Gujarat
ગુજરાત

એક શામ શહીદો કે નામના બોર્ડ ઉતારાતા અટકળો શરૂ

૨૩મી માર્ચના રોજ યોજાનાર એક શામ શહીદો કે નામના કાર્યક્રમના શહેરમાં લગાવવામાં આવેલા બોર્ડ પૈકી લગભગ ૨૦૦ જેટલા બોર્ડ ફાડી નાંખવામાં આવ્યા છે અને કેટલાક કોઇ પણ કારણ આપ્યા વિના ઉતારી લેવામાં આવ્યા છે. સનાતન ફઉન્ડેશન નામની એક બિન રાજકીય સંસ્થા દ્વારા ડીસેમ્બર ૨૦૧૭થી ૨૩ માર્ચના રોજ શહિદ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. તે દિવસથી તમામ પ્રકારની કાયદેસરની મંજુરીની કાર્યવાહી શરુ કરવામાં આવી અને વિવિધ સ્થળોએ બોર્ડ મુકવાની પણ મંજુરી લેવામાં આવી હતી. શહેરમા ૩૦૦ જેટલા સ્થળોએ મોટા મોટા હોર્ડિંગ્સો મુકવામાં આવ્યા હતા અને દેશના અન્ય રાજયોમાં વસતા શહિદના પરિવારોને આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. વડાપ્રધાન સહિત સંખ્યાબંધ મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. વિઘાનસભાના અઘ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉદઘાટન કરવાની પરવાનગી આપતા તેમનો ફોટા આમંત્રણ પત્રિકામાં છાપવામાં આવ્યો છે. કાર્યક્રમનો લોક પ્રતિભાવ જોઇને અચાનક જ ભાજપ યુવા મોરચા દ્વારા આ જ નામ સાથે એક કાર્યક્રમનુ આયોજન કરી નાંખ્યુ. રિવરફ્રન્ટ એનઆઇડી ખાતેની જગ્યા તા.૨૩ મી માટે સનાતન ફાઉન્ડેશને પૈસા ભરીને પહેલેથી નોંધાવી દીધી હતી. તેથી એ તારીખે એ જ જગ્યા બીજાને મળે તેમ ન હતું. આથી ભાજપ યુવા મોરચાએ તા.૨૨મી માર્ચ આ કાર્યક્રમ નક્કી કરી લીઘો અને તેનો પ્રચાર શરુ કરી દીઘો. સનાતન ફાઉન્ડેશનના બોર્ડ તો શહેરના મહત્વના સ્થળોએ પહેલેથી લાગેલા હતા આથી યુવા મોરચાને બોર્ડ લગાવવા માટે સારી જગ્યા મળતી ન હતી. આથી તમને કાર્યક્રમ સફળ બનાવવા એન કેન પ્રકારે સનાતન ફાઉન્ડેશનને પરેશાન કરવાનું ચાલુ કર્યુ . પહેલાતો મહત્વાના સ્થળોે એ થી જુના બોર્ડ ફાડી નાંખવામાં આવ્યા અને તેને સ્થાને યુવા મોરચાના બેનરો લગાવવામાં આવ્યા. આ ઉપરાંત રીવરફ્રન્ટનો કબ્જો પુર્વ તૈયારી માટે આપવામાં આવ્યો નથી. સનાતન ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અઘ્યક્ષ ઉમેદસિંહ ચાવડા અને પ્રદેશ અધ્યક્ષ જૈમીન દવેએ જણાવ્યું હતું કે અમે કોઇ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી કે અમારો કઇ પક્ષ સામે વિરોધ નથી પરંતુ અમારા કાર્યક્રમની અમે ત્રણ મહિના અગાઉથી તૈયારી કરી છે તમામ બાબતોના કાયદેસરના નાણાં ભરી પહોંચ મેળવીને જગ્યાનો ઉપયોગ કરવાની લેખીત મંજુરી મળેલી છે. પરંતુ સત્તાના જારે અઘિકારીઓ પર દબાણ લાવીને તા.૨૨ મીના યુવા મારચાના કાર્યક્રમ માટે અમારા બેનરો ફાડી નાંખવામાં આવ્યા અમને રીવરફ્રન્ટ તા.૨૨મીએ ૧૨ વાગ્યા પછી પણ આપવામાં આવતેા નથી.

 

Related posts

વલસાડ બેઠક પર જે પક્ષ જીતે છે તેની જ ગાંધીનગરમાં સરકાર

aapnugujarat

गुजरात में कांगो बुखार के और एक मरीज की हुई मौत

aapnugujarat

છરો બતાવીને લૂંટ કરતી ગેંગનો આરોપી ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1